Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ર૦ર૦માં BSE સેન્સેકસ ૪પ૦૦૦ની સપાટી વટાવશે

BSE સેન્સેકસના ઉછાળામાં બેન્કિંગ શેરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળશે

નવી દિલ્હી તા. ૭ : ઘરેલુ બ્રોકરેજ કંપની કોટક સિકયુરીટીઝે એવી આશા વ્યકત કરી છે. કે શેરબજારનો મુખ્ય ઇન્ડેકસ સેન્સેકસ ર૦ર૦માં ૧ર.પ ટકા ઉછળીને ૪પ,પ૦૦ ની સપાટી વટાવી દેશે. બીએસઇ સેન્સેકસના ઉછાળામાં બેન્કિંગ શેરની મહત્વપૂર્ણ ભુમિકા રહેશે બ્રોકરેજ કંપનીએ જોકે રોકાણકારોને તાકીદે કરી છે કે તેઓ ખરાબ વર્ગન્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે નહીં.

બ્રોકરેજ કંપનીએ જણાવ્યું છે કે રોકાણનો માહોલ વાસ્તવિક આર્થિક માહોલ કરતા વધુ સારો છે. તેનું મૂખ્ય કારણ એ છે કે કોર્પોરેટ ટેકસમાં કાપ મુકવાના કારણે કંપનીના પ્રોફિટમાં વધારો થયો છે તેમજ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) અને સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં વધારો થયો છે.

શેરબજારની તેજીમાં બેન્કિંગ શેરની મુખ્ય ભુમિકા હોય છે આ ઉપરાંત મોટી પેરેન્ટ કંપની ધરાવતા એનબીએફસી ઓઇલ એન્ડ ગેસ, કસ્ટ્રકશન, હેલ્થ કેર અને એગ્રો કેમિકલ્સ સેકટર પ આ વર્ષે સારો દેખાવ કરશે. ખરાબ ગવર્નન્સ, ખરાબ બેલેન્સશીટ અને ખરાબ રિટર્ન રેશિયો ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવાથી નિવેશોએ દુર રહેવું જોઇએ. ર૦૧૯માં રોકાણકારોને આ માટે સૌથી મોટો સબક મળ્યો છે.

(3:51 pm IST)