Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

GSTનો બીજો કડવો ડોઝ પીવડાવી સરકાર ૧ લાખ કરોડનો બોજ ઝીંકશે

જીએસટી કાઉન્સીલ નીચેનો ૫% નો સ્લેબ ૯ -૧૦% કરવા અને એ સાથે ૧૨%નો રેટ દૂર કરવા વિચારણા કરશે

નવી દિલ્હી, તા.૭: લોંચ થવાને અઢી વર્ષ વીતી ગયા પછી જીએસટી કાઉન્સીલ નીચેનો ૫% નો સ્લેબ ૯-૧૦% કરવા અને એ સાથે ૧૨%નો રેટ દૂર કરવા વિચારણા કરશે. એ સામે ૧૨% સ્લેબમાં રહેલી ૨૪૩ આઈટેમને ૧૮%ના બેન્ડમાં લઈ જવા જેવા માળખામાં મોટા બદલાવ વિષે ચર્ચા કરશે. જો આવી દરખાસ્તોનો અમલ કરશે તો ગ્રાહકો પર બોજ વધશે અને સરકારને વધારાની ૧ લાખ કરોડની આવક થશે.

રેટના પુનઃગઠનની દરખાસ્ત ઉપરાંત હાલમાં કરમુકત એવી ખર્ચાળ ખાનગી હોસ્પિટલોમાં સારવારથી લઈ રૂ.૧૦૦૦ની નીચેના ભાડાવાળી હોટેલ-રૂમ અને ઉંચી રકમના કંપની હોમ સીઝ જેવી બાબતોને જીએસટીના માળખામાં આવરી લેવાય તેવી શકયતા છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ ૫્રુ ના સ્લેબમાં આવતા આટા, પનીર, ઈકોનોમી કલાસ, એર ટ્રાવેલ ફર્સ્ટ-સેકધડ કલાસ એસી ટ્રેન ટ્રાવેલ, પામ ઓઈલ, ઓલિવ ઓઈલ, પિઝા બ્રેડ, કોકોઆ પેસ્ટ, ડ્રાય ફ્રુટસ, સિલ્ક, લિનન ફેબ્રીકમાં વપરાતા ફેબ્રીક, ક્રુઝ ટ્રાવેલ, એકસકર્સન વોટ, ટુર સર્વિસીસ, આઉટડોર કેટરીંગ, રેસ્ટોરાને ઉપરના સંભવિત નવા ૯-૧૦% સ્લેબમાં લઈ જવાય તેવી શકયતા છે. ૧૨% સ્લેબમાં આવતા મોબાઈલ ફોન, બિઝનેસ કલાસ એર ટ્રાવેલ, સ્ટોર રન સોપ્ટીઝ, મોબેરા પેઈન્ટીંગ્સ, રૂ.૫૦૦૦ થી ૭૫૦૦ના ભાડાવાળા હોટેલ રૂમ જેવી આઈટેમ્સ ૧૮%ના સેગમેન્ટમાં લઈ જવાય તેવી શકયતા છે.

અત્યાર સુધી જીએસટીમાંથી મુકિત અપાયેલી ખર્ચાળ ખાનગી હોસ્પીટલોમાં સારવાર, રૂ.૧૦૦૦થી નીચેના ભાડાવાળા હોટેલ રૂમ, કંપનીઓ દ્વારા લીઝ પર અપાતા હાઈ-વેલ્યુ હોમ, અન બ્રાન્ડેડ પનીર, રો સિલ્ક જેવી આઈટેમ્સ જીએસટી હેઠળ લાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારે કોર્પોરેટ ટેકસમાં જંગી રાહત આપી છે, અને એના કારણે સરકારી તિજોરીની આવકને મોટો ફટકો પડયો છે. બીજી બાજુ, જીએસટી લાગુ થયાના અઢી વર્ષ માટે પણ અસંખ્ય ચીજવસ્તુઓનો રેટમાં બદલાવ કરવાની ફરજ પડતાં તથા કરચોરી રોકવાની જોગવાઈઓ અમલમાં મુકયાની મુશ્કેલીઓની સરકારને અપેક્ષિત આવક મળી નથી. ચાલુ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના અંતે જીએસટીની અંદાજીત આવક ૧૫થી૨૦% ઓછી રહે તેવી શકયતા છે. આવા સંજોગોમાં જીએસટી દરમાં બદલાવ અનિવાર્ય બન્યા છે.

(4:00 pm IST)