Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉન્નાવ દુષ્કર્મ કેસ : વિપક્ષ યોગી સરકાર સામે મેદાને : અખિલેશ ધરણા પર : પ્રિયંકા પીડિતાના પિતાને મળી

વિપક્ષ પાર્ટીઓએ રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી ઘેરવાનો પ્રયત્ન કર્યો

નવી દિલ્હી : ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇને વિપક્ષ પાર્ટીઓએ રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ ખાતે પીડિતાના પિતા સાથે બંધ બારણે મુલાકાત કરી હતી  જ્યારે બીજી તરફ યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ યુપીના સીએમ યોગી આદિત્યનાથે મૃત પીડિતાને ન્યાય અપાવાની વાત કરી છે. પીડિતાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં આરોપીઓને જલ્દી સજા અપાવાનું કહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ ઘટના પર જણાવ્યું છે કે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. દોષીઓને જલ્દીથી જલ્દી સજા આપવામાં આશે. સીએમ યોગીએ આ ઘટનાને દૂર્ભાગ્ય પૂર્ણ ગણાવી છે, આ સાથે જ કહ્યું કે આ ઘટના દુઃખદ છે.

 

(1:39 pm IST)