Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

બીએસએનએલના કર્મચારીઓને ઓક્ટોબરનો મળ્યો પગાર : નવેમ્બરના પગાર માટે હજુ જોવી પડશે રાહ

હવે સરકારી નોકરીમાં પણ પગાર સમયસર ન મળે તો કયાં નોકરી શોધવી ??

નવી દિલ્હી : હવે સરકારી નોકરીમાં પણ પગાર સમયસર ન મળે તો કયાં નોકરી શોધવા જવી એવો સવાલ થઈ રહ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના કર્મચારીઓને નવેમ્બરના પગાર માટે હજી વધુ રાહ જોવી પડશે. જો કે, બીએસએનએલ તરફથી ગુરૂવારે ઓક્ટોબર મહિનાનો પગાર આપી દેવામાં આવ્યો છે.

 કંપની દર મહિનાના અંતિમ વર્કિંગ ડે સુધી પોતાના કર્મચારીઓને પગાર આપી દેતી હોય છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ઘણાં એવા મહિનાઓ આવ્યા છે જેમાં બીએસએનએલના કર્મચારીઓને પોતાની માસિક પગાર માટે લાંબી રાહ જોવી પડી છે.

   પહેલી વાર ફેબ્રુઆરીમાં કંપનીના કર્મચારીઓનો પગાર આવવામાં વિલંબ થયો હતો. બીએસએનએલે એક મહિનાનો પગાર 10 માર્ચ બાદ આપ્યો હતો. ત્યારે જૂન મહિનાનો પગાર 5 ઓગસ્ટ જ્યારે ઓગસ્ટનો પગાર આવવામાં 18 દિવસનો વિલંબ થઈ ગયો હતો. આ રીતે બીએસએનએલ કર્મચારીઓને સપ્ટેમ્બરનો પગાર 23 ઓક્ટોબર સુધી મળ્યો. ઉલ્લેખનીય છે કે, બીએસએનએલને માસિક વેતન તરીકે કુલ 850 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની રહે છે.

(1:32 pm IST)