Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વીજવિતરણ માટે આવેશ 'આદિત્ય' યોજના

ર૦ર૦માં પુરી થનાર ઉદય યોજનાનું સ્થાન લેશે : ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમનો થશે કાયાકલ્પ

નવી દિલ્હી : દેશમાં વીજળીની વ્યવસ્થાને સુધારવા માટે નવી યોજના ર થી ર થી અઢી લાખ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. આનો ઉદેશ રાજયોમાં વીજળીના બુનિયાદી માળખાને સુધારવાનો, સ્માર્ટ મીટીરીંગ અને સપ્લાયની  સ્થિતિ સુધારવા માટે ખાનગી ફ્રેન્ચાઇઝી મોડલ અપનાવવાનો છે. આ યોજના ઉદયનું સ્થાન લેશે જે માર્ચ ર૦ર૦માં પુરી થઇ રહી છે. ઉદયમાં રાજયોને કેન્દ્ર તરફથી સીધી ગ્રાન્ટ નથી મળતી સુત્રો અનુસાર નવી યોજનાઓનું નામ ભુતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના નામ પર  આદિત્ય અથવા અટલ ડીસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમીશન યોજના રાખવામાં આવશે. નવી યોજનાના બે હિસ્સા હોઇ શકે છે. જેમાંથી એક બુનિયાદી માળખા માટે હશે જેમાં હાલના ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કાયાકલ્પ કરવાનું પછી પૃથકરણ પછી મીટરીંગ અને રાજયોની ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના કામકાજને સરળ બનાવાનું સામેલ છે. આમાં રાજયો માટે વીજ સપ્લાયરો તરીકે ઘણા ખાનગી ફ્રેન્ચાઇઝીઓને સામેલ કરવાની પણ યોજના છે.જયારે બિજા હિસ્સામાં સ્માર્ટ મીટરો પર ભાર મુકાશે. આ યોજનાના બંન્ને હિસ્સાઓમાં ખર્ચને સરખા ભાગે વહેંચવામાં આવશે.

 

કેન્દ્રીય વીજ પ્રધાન આર.કે.સિંહ અનુસાર, આગામી ત્રણ વર્ષમાં આમખા દેશમાં સ્માર્ટ મીટરીંગનું કામ પુર્ર થઇ જશે. સુત્રોનું કહેવું છે કે ગ્રાન્ટમાં કેન્દ્રનો હિસ્સો કુલ ખર્ચના ૪૦ થી ૬૦  ટકા હશે. બાકીની રકમ રાજય સરકારો ભોગવશે. એક અધિકારીએ કહયું કે આ સીધે સીધી ગ્રાન્ટ તરીકે નથી. કેન્દ્ર વીજ વિતરણ કંપનીઓનેસુધારવા માટે પ્રોત્સાહન આપી રહયુ છે. અમે ઇચ્છીએ ીએ કે વિભીન્ન સંંસ્થાઓ આપસમાં હાથ મિલાવે અને રાજયોમાં વીજ વિતરણ સુધારામાં રોકાણ કરે.

 

યોજના મુસદા પ્રમાણે રાજયોને વીજ વિતરણ વ્યવસ્થા સુધારવા માટે મલ્ટીપલ ફ્રેન્ચાઇઝી મોડલ અપનાવવાનો વિકલ્પ રહેશે. આના હેઠળ કેન્દ્ર ૪૦ ટકા ખર્ચ ભોગવશે. આમાં વીજળી સપ્લાય માટે ખાનગી કંપનીઓને સેવા લેવાની રહેશે. જે રાજયો પોતાના સ્તરે સુધારા શરૂ કરે તો કેન્દ્ર જે તે પરિયોજનાનો ૬૦ ટકા ખર્ચ ભોગવશે. એક અધિકારીએ કહયુ કે પ્રસ્તાવને હજુ અંતિમ રૂપ નથી અપાયુ. આ યોજનાનો ઉદેશ વિતરણ કંપનીઓને પ્રોત્સાહન આપવાનો છે, તેમનું નુકસાન ભરપાઇ કરવાનો નથી.

(1:02 pm IST)