Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ધરણા પર બેઠા :ન્યાયની માંગણી

લખનૌ : દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખરાબ રીતે દાઝી ગયેલા ઉન્નાવ રેપ પીડિતાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદથી, ઉન્નાવ બળાત્કાર મામલે વિપક્ષ યુપીની યોગી સરકારને નિશાન બનાવતુ હતુ. કોંગ્રેસ બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ બળાત્કારના કેસમાં વિરોધ શરૂ કર્યો છે. શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિધાનસભા સામે ધરણા પર બેઠા છે.

   અત્રે ઉલ્લેખનિય છેકે યુપીના ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ રેપ પીડિતાનુ શુક્રવારે મોડી રાતે દિલ્લીની સફરદરગંજ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પીડિતા રાયબરેલીમાં પોતાની ફોઈના ત્યાં રહેતી હતી. ગુરુવારે સવારે 4 વાગે તે ટ્રેન પકડવા માટે બેસવારા બિહાર રેલવે સ્ટશન જઈ રહી હતી ત્યારે મીરા વળાંક પર ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તે ઘેરી લીધી અને દંડા અને ચાકૂથી વાર કર્યા હતા આ દરમિયાન જ્યારે તે ચક્કર ખઈને પડી ગઈ તો તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. કેસની તપાસ રાયબરેલી પોલિસે કરી હતી અને બે આરોપી જામીન પર બહાર હતા.

(1:39 pm IST)