Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉન્નાવ FIR માં સનસનીખેજ વિગતો

ઘરની બહાર જોતી તો થતો બળાત્કારઃ ઘરમાં બાંધીનેજ રાખવામાં આવતી હતીઃ પિડીતાની આપતી

નવી દિલ્હી તા. ૭ : ઉન્નાવ બળાત્કાર પીડિતાનું શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની સફદરજંગ હોસ્પીટલમાં મોત થયું હતું. જણાવી દઇએ કે ઘટના પછી પિડીતાને બાળી નખાઇ હતા. હોસ્પીટલના બર્ન અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડો. શલભકુમારે જણાવ્યું કે અમારા ઘણા પ્રયત્નો છતા તેને બચાવી ન શકાઇ સાંજે જ તેની હાલત ખરાબ થવા લાગી હતી. રાત્રે ૧૧ વાગીને ૧૦ મીનીટે તેન હૃદયરોગનો હુમલો આવ્યો હતો અમે તેને બચાવવાની કોશિષ કરી પણ રાત્રે ૧૧-૪૦ વાગ્યે તેનું મોત થયું હતું.ગુરૂવારે જીવતી સળગાવ્યા પછી તેને ગંભીર હાલતમાંં દિલ્હીની સફદરજંગ હોસ્પીટલ લાવવામાં આવી હતી.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ પીડિતા તરફથી પોલીસને લખાવાયેલી એફઆઇઆરમાં તેની સાથે થયેલા જધન્ય અપરધની સંપૂર્ણ માહિતી બહાર આવી છે. એફઆઇઆર મુજબ પીડીતાને બંદી બનાવીને રખાઇ હતી જે ઘરમાં તેને રાખવામાં આવી હતી, ત્યાંથી તેને બહાર જોવાની પણ અનુમતિ નહોતી જયારે તેને છોડવામાં આવી તો ધમકી અપાઇ હતી કે જો તેણે પોલીસમાં ફરીયાદ કરી તો તેના પર બળાત્કાર કરવામાં આવશે એટલુ જ નહી પણ તેના વીડીયો પણ ઓનલાઇન કરી દેવામાં આવશે.

પીડીતાએ ધમકીઓને નજર અંદાજ કરીને પોલીસનો સંપર્ક કર્યો અને બે એફઆઇઆર નોંધાવી પહેલી એફઆઇઆર પાચ માર્ચે ઉન્નાવમાં અને બીજી એફઆઇઆર તેના પછીમા દિવસે રાયબરેલીમાં નોંધાવામાં આવી હતી પીડીતાએ જે શખ્સને પ્રેમ કર્યોહતો. તેણે જ દગો કર્યો અને તેને સળગાવી હતી પીડીતાએ મેજીસ્ટ્રેટ સામે પણ બયાન આપ્યું હતું.

પીડીતાને કેવી યાતનાઓ ભોગવવી પડી તેને જાણ એફઆઇઆરમાંથી થાય છે તેના અનુસાર, બંધક બનાવીને રાખ્યા દરમ્યાન જયારે તે ઘરની બહાર જોતી તેની મારવામાં આવતી અને બળાત્કાર કરવામાં આવતો તેના કહેવા અનુસાર આરોપીએ તેને લગ્નના ઝાંસો આપ્યો હતો તે તેની સાથે લગ્ન કરવા લાલગંજ ગઇ ત્યાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો અને તે ઘટનાને મોબાઇલ ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી આ તો  ફકત શરૂઆત હતી ત્યાર પછી તેને વીડીયો ઓનલાઇન કરવાની ધમકી આપીને અવર નવાર બળાત્કાર કરવામાં આવતો હતો.

તેને ભાડાના એક મકાનમાંં બાંધીને રાખવામાં આવી અને તેના  પર કડક નિગરાણી રખાતી હતી એફઆઇઆર અનુસાર, પ્રેમીએ તેને ધમકી આપી હતી કે જો પીડીતા ઘરની બહાર નિકળવાની કોશિષ કરશે તો તે તેને મારી નાખશે પીડીતાને પોતાની પાસે રાખવા માટે આરોપી સતત શહેર અને ઘર બદલતો રહેતો એક એફઆઇઆરમાં અપાયેલી માહિતી મુજબ ૧૯ જાન્યુઆરી ર૦૧૮ ના રોજ તેણે આરોપી સામે અવાજ ઉઠાવીને લગ્ન કરવા માટે ફરીથી કહ્યું હતું.

એફઆઇઆર અનુસાર, આરોપીએ ફરીથી પીડીતાને લગ્નનું વચન આપ્યું અને તેતે એ મંદિરે લઇ ગયો જયાં તેણે ભગવાન સામે લગ્નના સોગંદ ખાધા હતા. જો કે પાછા ફરતી વખતે આરોપી અને તેના ભાઇએ પીસ્તોલની અણીએ તેના પર બળાત્કાર કર્યો એફઆઇઆરમાં ઉલ્લેખ છે કે પીડીતાઓ આ અંગે રાયબરેલી પોલીસનો સંપર્ક કર્યો પણ પોલીસે તેની ફરીયાદ નહોતી નોંધી કોર્ટની દખલ પછી બે પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ ધમકી વગેરે કલમો હેઠળ કેસ નોંધી શકાયો હતો.

(11:48 am IST)
  • ઇક્વાડોરે શરણ નહીં આપતા લંપટ નિત્યાનંદ ' હૈતી ' તરફ ભાગી ગયો : સત્તાવાર જાહેરાત access_time 7:20 pm IST

  • ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે ૧૭ વર્ષની સગીર વયની યુવતી ઉપર ગેંગરેપ થયા બાદ તેણે આત્મહત્યા કરી જીવ આપી દેતા ખળભળાટ access_time 10:03 pm IST

  • બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલે એનએસયુઆઇ દ્વારા શનિવારે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન અપાયું હોવાનું જાણવા મળે છે access_time 1:00 am IST