Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

૧૬મીથી ૨૪ કલાક NEFT ટ્રાન્જેકશનની સુવિધા

મુંબઈ, તા.૭: રિઝર્વ બેંક દ્વારા ડિજિટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઈલેકિટ્રક ફંડ ટ્રાન્સફર(NEFT)સુવિધાને ૧૬ ડિસેમ્બરથી ૨૪ કલાક કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે, હવે ફચ્જ્વ્ અંતર્ગત લેવડ-દેવડની સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ રહેશે.

અત્યાર સુધી NEFTની સુવિધા સામાન્ય દિવસોમાં સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મળતી હતી. આ ઉપરાંત પહેલા અને ત્રીજા શનિવારે સવારે આઠ થી બપોરે એક વાગ્યા સુધી ટ્રાન્જેકશન કરી શકાતું હતું. રિઝર્વ બેંકે કહ્યું કે NEFTની સુવિધાને ચોવીસ કલાક, સાતેય દિવસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

રિઝર્વ બેંકે તમામ સભ્ય બેંકોને ચાલુ ખાતમાં દરેક સમય પર્યાપ્ત રકમ રાખવા માટે કહ્યું છે જેથી ફચ્જ્વ્ની લેવડ દેવડમાં કોઈ મુશ્કેલી ન આવે. રિઝર્વ બેંકે તમામ બેંકોને એવું પણ કહ્યું છે કે આ સેવા યોગ્ય રીતે ચાલુ રહે તે માટે જરૂરી તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે ગ્રાહકોને આ ફેરફાર વિશે માહિતી પહોંચાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક આ પહેલા જ NEFT  અને RTGS દ્વારા થતી લેવડ દેવડ પર લેવામાં આવતો ચાર્જ રદ્દ કરી દીધો છે.

(11:47 am IST)