Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઓશો જેમણે ધર્મને અધ્યાત્મ તરફ વાળ્યો

જયાં સુધી મેં ઓશોને વાંચ્યા અને સમજ્યા છે, તેઓ એક એવા સંત અને દાર્શનિક હતા જેમણે ખાલી ધર્મની રૂઢીઓને જ નથી તોડી પણ સાથે સાથે એવું પ્રતિપાદિત પણ કર્યુ કે ધર્મ કોઈ રહસ્યમય, ગુઢ અથવા ન સમજાય તેવી વસ્તુ નથી. તેમણે ધર્મની વ્યાખ્યાઓ એટલા સરળમાં સરળ રૂપે રજૂ કરી કે જેમણે પણ તેમને સાંભળ્યા અથવા બચ્યા તેઓ ધર્મને સરળરૂપે સમજવામાં સક્ષમ બન્યા. તેમણે એમ પણ સાબિત કર્યુ કે તેઓ વિરલ લોકોમાંના એક હતા. જેમના અંગે કહેવાય છે કે તેઓ સમયથી વહેલા જન્મ્યા હતા કદાચ એટલે જ તેમનું મહત્વ તેમના મૃત્યુ પછી વધતુ ગયુ. એક ખાસ વાત એ પણ છે કે તેમનું ચિંતન માત્ર ધર્મની આજુબાજુ જ સિમિત નહોતું. તેમણે રાજકીય અને સામાજીક સમસ્યાઓનું પણ નવી રીતે વિવેચન કરીને તેનું વ્યવહારીક રૂપાંતર લોકો સાથે મૂકયુ. તેમની સૌથી મોટી ભેટ એ છે કે તેમણે મનની શકિતની મહત્તા અથવા ધ્યાનનું મહત્વ સ્થાપિત કર્યુ. ધર્મને તેમણે આધ્યાત્મિકતા તરફ વાળવાનુ કામ કર્યુ.

રાજીવ સચાન (પત્રકાર)

(11:46 am IST)