Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભાજપ-RSS હિન્દુત્વ આતંકી સંગઠન

નફફટ નિત્યાનંદનું નવુ નાટકઃ યુનોને લખ્યો પત્ર

અમદાવાદ તા. ૭ : પોતાને સ્વયંભૂ ભગવાન જાહેર કરનાર નફફટ નિત્યાનંદે યુએનને ચિઠ્ઠી લખી છે. જેમાં તેણે બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન ગણાવ્યું છે. ચિઠ્ઠીમાં તેણે નિત્યાનંદે બીજેપી અને સ્વંયસેવક સંઘને હિન્દુત્વ અતિવાદી સંગઠન બતાવ્યું છે આ પત્રમાં નિત્યાનંદના એમ પણ દાવો કર્યો કે, તેમના સમર્થકોએ ભારતમાં તકલીફ સહી છે.

સ્વયંભૂ ધર્મગુરૂ નિત્યાનંદ સંયુકત રાષ્ટ્રને એક પત્ર મોકલીને ભારતમાં આરએસએસ અને ભાજપના વિઘટનકારી હિન્દુત્વ ચરમપંથીઓને બોલાવ્યા છે. તેઓએ એમ પણ દાવો કર્યો છે. કે, તેમના ગ્રુપને ભારતમાં સતાવવામાં આવ્યા છે. આ પત્ર ઇકવાડોર ટાપુ પર એક આઇલેન્ડ ખરીદવાથી તેને હિન્દુ ધર્મગુરૂ બની ગયેલા નિત્યાનંદની કાયદાકીય ટીમે ભારતમાં તેમના જીવન પર ખતરો છે કેમ કે તમેનો હેતુ હિન્દુધર્મનો અભ્યાસ અને પ્રચાર કરવાનો છે.

વિવિધ ગુનાઓ આચરીને ભારતમાંથી ભાગી ચુકેલા નિત્યાનંદે હવે યુએનનો દરવાજો ખખટાવ્યો છે. નિત્યાનંદે અનેક રાજકીય પક્ષો, ધાર્મિક અને સામજિક સંગઠનો, ભાષાકીય જુથો, પોલીસ દળ અને ભારતીય અદાલતોને પણ અરજીમાં બદનામ કર્યા છે.

નિત્યાનંદ હવે પોતાનો અલગ દેશ બનાવવા જઇ રહ્યો છે.નિત્યાનંદના આ દેશનું નામ કૈલાસ હશે. અમેરિકાની એક પ્રખ્યાત કાયદાકીય સલાહકાર કંપનીનીમદદ થઇ સંયુકત રાષ્ટ્રમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેણે પોતાના દેશને માન્યતા આપવાની પણ અપીલ કરી છે.

(11:45 am IST)