Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હેકરે જવેલરના બેન્ક અકાઉન્ટમાંથી ૩ કરોડની ઉચાપત કરી

જુદા-જદા ૪૦ અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા સાઇબર સેલે અકાઉન્ટ ફ્રી ઝકરીને તપાસ હાથ ધરી

પુણે,તા.૭: પુણેના એક જાણીતા જવેલર્સ પી. એન. ગાડગિલ એન્ડ સન્સનું બેન્ક-અકાઉન્ટ હેક થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકાઉન્ટમાંથી ત્રણ કરોડની રકમ હેંકરે જુદા-જુદા ૨૦ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું ધ્યાનમાં આવતાં જવેલરે પુણે પોલીસના સાઇબર સેલમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અકાઉન્ટ ફ્રીઝ કરીને તપાસ હાથ ધરી છે.

પી. એન. ગાડગિલ એન્ડ સનસની મેઇન ઓફિસ પુણેના સિંહગઢ રોડ પર છે, જયારે જવેલર્સની દુકાનો રાજયના અનેક ભાગમાં છે. તમામ કલેકશન અકાઉન્ટ લિન્કડ હોવાથી હેકરે એનો લાભ ઉઠાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પુણે પોલીસના ડીસીપી (આર્થિક ગુના અને સાયબર ક્રાઈમ) સંભાજી કદમે કહ્યું હતું કે '૧૧ અને ૧૩ નવેમ્બરે ઓનલાઇન બેન્કિંગ દ્વારા હેંકરે જવેલરના બેન્ક-અકાઉન્ટમાંથી ૪૦ વખત કુલ ર.૯૮ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું જણાઈ આવ્યું છે.

જવેલરી શૌપની તમામ બ્રાન્ચમાં થતા કલેકશનને મેઇન બેન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે કસ્ટમર આઈડેન્ટિફિકેશન નંબર અને પાસવર્ડ અપાયેલા છે.

એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે 'હેકરે પહેલી વખત ૧૧ નવેમ્બરે બેન્ક-અકાઉન્ટનો કસ્ટમર આઇડી મેળવ્યો હશે. તેણે મહત્ત્વની માહિતીઓમાં

ફેરફાર કરી લીધા બાદ અકાઉન્ટમાંથી ૨.૯૮ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ તેણે ૪૦ જુદા-જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું જાણવા મવ્યું છે.

(11:46 am IST)