Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભ્રષ્ટાચારમાં હાઇકોર્ટના જજ વિરૂધ્ધ FIR

મેડિકલ કોલેજનો પક્ષ લેવાનો છે મામલો : દિલ્હી-લખનૌમાં CBIના દરોડા

નવી દિલ્હી, તા.૭: ખાનગી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આચરવામાં આવેલી કિથત ગેરરીતિઓની તપાસ કરતી એજન્સી દ્વારા કરાયેલા કેસના સંબધમાં સીબીઆઇએ આજે દિલ્હી અને લખનઉમાં અનેક જગ્યાએ દરોડા પાડયા હતા, એમ એક િઅધકારીએ કહ્યું હતું. એજન્સીએ લાચ સહિત કેટલાક ચોક્કસ આરોપો અંગે ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર અટકાયત ધારા હેઠળ સાત જણા સામે કેસ કર્યા હતા.

ઉપરાંત અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ એસ.એન.શુકલા રામે પણ લાંચ લેવાનો ગુનો દાખલ કર્યો હતો. શુકલા ઉપરાંત છત્ત્।ીસગઢ હાઈકોર્ટના નિવૃત્ત્। જજ આઈ.એમ.કુદસી અને કોલેજના ટ્રસ્ટીઓ સામે કેસ કર્યા.

'આરોપીઓના લખનઉ અને દિલ્હી ખાતેના નિવાસસૃથાને આજે તપાસ કરાઇ હતી જેમાં અમને રોકાણ અને નાણાકીય વ્યવહાર સબિંધત આચરવામાં આવેલી ગેરરીતિઓના દસ્તાવેજો સહિત અન્ય વસ્તુઓને જપ્ત કરી હતી'એમ સીબીઆઇ દ્વ ારા જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે એફઆઇઆર દાખલ કરાયા પછી આજે વહેલી સવારથીજ દરોડા પાડવામાં આવ્યા હતા. આઠ સૃથળોએ તપાસ કરતી એજન્સીસીબીઆઇએ હાઇકોર્ટના એક જજના દ્યરની પણ મુલાકાત લીધી હતી.

ચાલુ વર્ષની શરૂઆતમાં તત્કાલ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને એજન્સીએ લખેલા પત્ર પછી સીબીઆઇને કેસ દાખલ કરવાની પરવાનગી અપાઇ હતી. પત્રમાં લખ્યું હતું કે જજ દ્વારા જયારે મને પ્રવેશમાં ગેરરીતિઓ અંગે જાણ કરાઇ હતી ત્યારે પૂર્વ મુખ્ય જસ્ટિસ દીપક મિશ્રાની સલાહને અનુસરીને જજ અને અન્યો સામે પ્રાથ મિક તપાસ કર્યા પછી કેસ કરાયા હતા.

(11:36 am IST)