Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

બીજેપી સાંસદએ રેપના આરોપી સેંગરને જન્‍મદિવસના અભિનંદન આપ્‍યાઃ પ્રિયંકા ગાધીએ કરી આલોચના

ઉન્નાવ (ઉતરપ્રદેશ) થી બીજેપી સાંસદ સાક્ષી મહારાજએ ગુરુવારના જેલમાં બંધ રેપના આરોપી ધારાસભ્‍ય કુલદિપસિંહ સેંગરને જન્‍મદિવસની શુભેચ્‍છા આપી.

જેના પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવિટ કર્યુ છે કે આરોપીઓના પક્ષમા જયારે કાનૂન બનાવનાર ઉભા થઇ જાય તો અપરાધીઓ સાથે લડવાનું બળ કોણ આપશે ?

સાક્ષી મહારાજ આ વર્ષે જુનમાં સેંગરને મળવા જેલ પણ ગયા હતા.

(12:00 am IST)