Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ એન્કાઉન્ટર અંગે બિહારના સુશીલ મોદીએ કહ્યું : આ પ્રકારની ન્યાયની આ થીયરી યોગ્ય નહોતી

સુશીલ કુમાર મોદીએ પોલીસની થિયરીને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, કઈ રીતે ચારેય અપરાધીઓ ભાગી શકે

 

હૈદરાબાદ મામલા પર બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, પ્રકારનું મોબ લિંચિંગ યોગ્ય નથી. જો અપરાધીઓને કોર્ટ દ્વારા સજા મળતે તો તે સારું થાત. તેમણે કહ્યું કે, પોલીસે જે સ્ટોરી જણાવી તે ખરેખર અજીબ છે.

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, હૈદરાબાદમાં યુવતી સાથે જે થયું તેને કારણે દેશની ભાવનાઓને ઠોકર લાગી છે, લોકો ગુસ્સામાં છે, કારણ કે પ્રકારના અપરાધ ભારતીય સમાજમાં ક્ષમાને યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, પ્રકારના એનકાઉન્ટરને બદલે અપરાધીઓને 12 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી મોતની સજા આપવામાં આવતે, તો તે વધુ સારું રહેતે. આવું કરવાથી લોકોનો કાયદા પરનો વિશ્વાસ વધુ મજબૂત બનતે.

બિહારના ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોની માનસિકતા બદલવી પડશે. સરકાર કાયદો બનાવી શકે છે. પરંતુ માત્ર કાયદો બનાવવાની કંઈ નહીં થશે. ત્યાં જે કંઈ પણ થયું છે, સારી વાત છે કે બધા માર્યા ગયા. પરંતુ મારું માનવું છે કે, જે લોકો પકડાયા હતા, તેમને જેલમાં બંધ કરતે અને રેકોર્ડ ટાઈમમાં ટ્રાયલ કરીને તેમને ફાંસીની સજા અપાવતે તો તે વધુ યોગ્ય કહેવાતે.

સુશીલ કુમાર મોદીએ પોલીસની થિયરીને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું હતું કે, કઈ રીતે ચારેય અપરાધીઓ ભાગી શકે, જ્યારે પોલીસ અપરાધીઓને લઈને ઘટના સ્થળે પહોંચી તો ત્યાં શું સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી. પોલીસ આટલી નિર્બળ કરી રીતે હોઈ શકે.

(12:15 am IST)