Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઉત્સુકતા બાદ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ જાહેર :અટકળોનો દોર ચાલુ : શેરબજાર થશે પ્રભાવિત :11મી સુધી માર્કેટમાં સાવચેતીની રહેશે વલણ

ભાજપને ત્રણ રાજ્યોમાં જીત મળે તો બજારમાં તેજીનું વલણ : મધ્ય પ્રદેશમાં ભાજપની હારશે તો વેચાવલી તેજ રહેશે:નિષ્ણાતોનો મત

રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થયા બાદ ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે આવશે,પરંતુ તે પહેલાં એક્ઝિટ પોલને લઇને બધાની ઉત્સુકતા બની ગઇ છે અને આખરી પરિણામો આવે ત્યાં સુધી ઇન ઇક્ઝિટ પોલના આધાર પર જ અટકળોનો દૌર ચાલુ રહેશે. આ અટકળો શેર બજારને નિશ્વિતપણે પ્રભાવિત કરશે અને જાણકારો કહી રહ્યા ચેહ કે 11 ડિસેમ્બર સુધી બજારમાં સતર્કતાનું વલણ જોવા મળશે. 

મધ્ય પ્રદેશ

જ્યાં સુધી એક્ઝિટ પોલની વાત છે તો એ ઉલ્લેખનીય છે કે ગત વખતે આ રાજ્યોની ચૂંટણીમાં એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થયા હતા. ડેટા પર નજર કરીએ તો 2013ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશની 230 વિધાનસભા માટે એક્ઝિટ પોલમાં સીવોટર-ઇન્ડિયા ટીવીએ ભાજપને 128 અને કોંગ્રેસને 92 સીટ મળવાનો દાવો કર્યો હતો. ટુડેઝ ચાણક્યએ ભાજપને 161 અને કોંગ્રેસને 62 સીટ આપી હતી. એબીપી નીલસનએ ભાજપને 138 અને કોંગ્રેસને 80 સીટ મળવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે પરિણામ આવે તો મધ્ય પ્રદેશમાં ભાજપ 165 સીટ અને કોંગ્રેસને 58 સીટ મળી હતી .

રાજસ્થાન

રાજસ્થાનની 200 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં સીવોટર-ઇન્ડિયા ટીવીએ ભાજપને 118 અને કોંગ્રેસને 64 સીટો મળવાનો દાવો કર્યો હતો. ઓઆરજી- ઇન્ડિયા ટૂડેએ ભાજપને 105 અને કોંગ્રેસને 76 સીટો આપી હતી. એબીપી-નીલસને ભાજપને 105 અને કોંગ્રેસને 75 સીટ મળવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે પરિણામ આવે તો રાજસ્થાનમાં ભાજપને જોરદાર જીત મળી શકે છે. અહીં ભાજપને 163 સીટ અને કોંગ્રેસને 21 સીટ મળી હતી

છત્તીસગઢ

છત્તીસગઢની 90 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં સીવોટર-NWS એ ભાજપને 44 અને કોંગ્રેસ 41 સીટ મળવાનો દાવો કર્યો હતો. ટુડેઝ ચાણક્યએ ભાજપને 46 અને કોંગ્રેસને 42 સીટ આપી હતી. એબીપી-નીલસને ભાજપને 60 અને કોંગ્રેસને 27 સીટ મળવાની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે પરિણામ આવ્યા હતા તો છત્તીસગઢમાં ભાજપે 49 સીટ સાથે જીત નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં 39 સીટો આવી હતી. બીએસપીને એક સીટ મળી હતી.  

મિઝોરમ

મિઝોરમમાં 40 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં સીવોટર-ઇન્ડિયા ટીવીએ કોંગ્રેસને 19 અને એમએનએફને 14 સીટ મળવાનો દાવો કર્યો હતો. જ્યારે પરિણામ આવ્યા તો મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીને 34 સીટ મળી હતી, જ્યારે ભાજપ અહીં ખાતું ખોલી શકી ન હતી. એમએનએફને પાંચ સીટ અને એમપીસીને એક સીટ મળી હતી

તેલંગાણા

તેલંગાણામાં 2014માં ચૂંટણી થઇ હતી. તેલંગાણાની 119 વિધાનસભા સીટ માટે એક્ઝિટ પોલમાં એનડીટીવી હંસાએ ટીઆરએસને 73, કોંગ્રેસને 24 સીટ અને ટીડીપીને 11 સીટ મળવાનો દાવો કર્યો હતો. મહા ન્યૂઝે ટીઆરએસનો 57, કોંગ્રેસને 23, ટીડીપીને 21 અને ભાજપને 7 સીટ આપી હતી. જ્યારે પરિણામ આવ્યા તો અહીં ટીઆરએસને 63 સીટ, કોંગ્રેસને 21 સીટ અને ટીડીપીને 15 સીટ મળી હતી. ભાજપને 5 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. 

બજારના જાણકારોનું માનવું છે કે આ ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યોમાં જીત મળે છે તો બજારમાં આગામી દિવસોમાં તેજીનું વલણ જોવા મળશે. જો ભાજપ રાજસ્થાન હારી ગઇ, પરંતુ મધ્ય પ્રદેશ બચી ગયું, તો પણ બજારનું વલણ સકારાત્મક રહેશે. પરંતુ મધ્ય પ્રદેશમાં પણ ભાજપની હારનો અર્થ છે કે આગામી દિવસોમાં બજારમાં વેચાવલી તેજ રહેશે. એટલે કહેવાય છે કે બજાર ભાજપની જીતની કામના કરી રહ્યું હશે.

(11:08 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST