Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજકોટના વિદ્યાર્થીઓ - વાલીઓ આનંદો : કમ્મરતોડ ફી વધારા સામે ફી નિર્ધારણ સમિતિની લાલ આંખ : 2.50 કરોડથી 50 લાખની ફી પરત કરવાના આદેશથી ખળભળાટ

રાજકુમાર કોલેજને અઢી કરોડ, નિર્મલા કોન્વેન્ટને 75 લાખ અને આત્મીય સ્કૂલને 35 લાખનું રિફંડ ચૂકવવા આદેશ : સંપૂર્ણ સૂચી જોવા માટે અહી ક્લિક કરો

રાજકોટ :ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારું શિક્ષણ પામે તે માટે ફી અધિનિયમનો કાયદો ઘડ્યો હતો હાઇકોર્ટમાં સરકારના વિજય બાદ સુપ્રીમ કોર્ટમાં પણ ફી નિર્ધારણની કમિટી નક્કી કરવામાં આવી હતી અને ગુજરાતના ચાર ઝોન પ્રમાણે ફી માળખું નક્કી કરવામાં વાયુ હતું જેમાં આજે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટીએ ફી નું માળખું જાહેર કર્યું છે જેમાં રાજકોટની નામાંકિત સ્કૂલોએ લીધેલી  લાખો કરોડોની ફી વિદ્યાર્થીઓને પરત કરવાનો હુકમ કરતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

  સૌપ્રઘમ રાજકુમાર કોલેજે વિદ્યાર્થીઓએ લીએડહેલી 2,50 કરોડ અને નિર્મલા કોલેજે લીધેલી 75 લાખ સહિતની ફી પછી આપવા આદેશ આપ્યો છે ઉપરાંત આત્મીય સ્કૂલને 35 લાખ પાછા આપવા હુકમ થયો છે

સૌરાષ્ટ્રભરના દસ જિલ્લાઓની ૬૦૦૦ થી પણ વધારે શાળાઓના ફીનું નિર્ધારણ કરતી કાર્યરત રાજકોટ ઝોનની ફી નિર્ધારણ સમિતિનું કાર્ર્ય ઝડપભેર થઇ રહેલ છે. ફી નિયમન સમિતિ દ્વારા ૧૦ જિલ્લાઓની ૩પ્૦૦ થી પણ વધારે શાળાઓની એફીડેવીટના કેસોનો નિકાલ કરી ફીનું નિર્ધારણ વર્ષ ર૦૧૮-૧૯ માટે કરવામાં આવેલ છે. આ ઉપરાંત નિયમન સમિતિ દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશ બાદ તા. ૩૧/૭/૧૮ સુધીમા આવેલ શાળાઓની દરખાસ્તના નિકાલનું કાર્ય પણ પૂરજોશમાં આગળ વધી રહેલ છે. સમિતિ દ્વારા આશરે રપ૦ જેટલી લેટ દરખાસ્ત માંથી  ૧૦૦ થી પણ વધારે  શાળાઓનું હિયરીંગ કાર્ય ચાલી રહેલ છે. તેમજ ૩પ જેટલી  દરખાસ્ત શાળાઓનું ફી નિર્ધારણ પણ કરી નાખવામા આવેલ છે. જેમાં રાજકોટની  નોર્થ સ્ટાર સ્કુલ, રાજકુમાર કોલેજ, પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ, સનફલાવર સ્કુલ, સુભમ સ્કુલ, શ્રી હરી સ્કુલ, બી. કે.ઇંગ્લીશ સ્કુલ, રાજમંદિર માધ્યમિક શાળા, ટાઇમ્સ સાયન્સ સ્કુલ, અક્ષર સ્કુલ, સાગર પ્રાયમરી સ્કુલ, ધ લોટસ ઇગ્લીંશ સ્કુલ, આર્ય વિદ્યાપીઠ, સેન્ટ મેરી સ્કુલ, ગોંડલ, સરવેશ્વર વિદ્યામંદિર, આત્મીય સ્કુલ ઓફ સાયન્સ, આત્મીય શિશુ વિદ્યા મંદિર, સુહાર્દ બાલમંદિર, વગેરેશાળઓનું ફી નિર્ધારણ કરવામાં આવેલ છે.

ખાસ કરીને રાજકુમાર સ્કુલને છેલ્લા બે વર્ષમા અપાયેલ નવા પ૦૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ. પ૦૦૦૦ દરેકને પરત કરવા હુકમ કરેલ છે. આમ કુલ ર,પ૦,૦૦૦૦૦ (અઢી કરોડ) નું રીફંડ કરવાનો હુકમ કરવામા આવેલ છે. આજ પ્રકારે નોર્થ સ્ટાર સ્કુલની વર્ષ ર૦૧૮-૧૯ ની રૂ. ર૦૦૦૦૦ થી રૂ. ૩૦૦૦૦૦ ફીની દરખાસ્ત સામે ૧,૩પ,૦૦૦ થી રૂ. ૧,૮૦,૦૦૦ સુધીની ફીનું નિર્ધારણ કરવામાં આવેલ છે.

વિશેષમાં નોંધપાત્ર હકીકત શાળાની ર૦૧૯-ર૦ ના વર્ષની  પણ આ ફી ચાલુ રાખવા હુકમ કરેલ છે.  નિર્મલા કોન્વેન્ટ સ્કુલને રૂ. ૭પ,૦૦,૦૦૦ (પંચોતેર લાખ) રીફન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. એજ પ્રકારે પોદાર ઇન્ટરનેશનલ સ્કુલની ફી મા પણ વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦૦૦ થી રૂ. પ૦૦૦ સુધીનો  ઘટાડો દરેક વર્ગમાં કરવામાં આવેલ છે. ટી.એન.રાવ સ્કુલ ઓફ ગર્લ્સની પ્રપોઝડ ફીમા રૂ. ૬પ,૦૦,૦૦૦(પાંસઠ લાખ) જેટલો ઘટાડો કરવામા આવેલ છે. આત્મીય ગ્રુપની શાળાઓના વિદ્યાર્થીઓને રૂ. ૩પ૦૦૦૦૦ નું રીફંડ આપવા હુકમ કરવામા આવેલ છે.

(9:29 pm IST)