Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

બમ્પર મતદાનની સાથે સાથે

રાજે, ગહેલોત, પાઇલોટ, રાઠોડે મતદાન કર્યુ

જયપુર, હૈદરાબાદ તા,૭ : રાજસ્થાન અને તેલંગાણામાં સઘન સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આજે બમ્પર મતદાન થયું હતું. ઉંચા મતદાન બાદ ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. પાંચેય રાજ્યોમાં હવે મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરાશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર બનશે તે અંગેનો ફેંસલો હવે ૧૧ના દિવસે થશે. આજે રાજસ્થાનમાં ૭૨ ટકાથી પણ ઉંચુ મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં ઉંચુ મતદાન નોંધાયું હતું જ્યારે તેલંગાણામાં પણ ૬૫ ટકાથી ઉંચુ મતદાન થયું હતું.

*    રાજસ્થાનમાં ૭૨ ટકા અને તેલંગાણામાં ૬૫ ટકાથી વધુ મતદાન થયું

*    બંને રાજ્યોમાં બમ્પર મતદાન બાદ હવે ૧૧મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે

*    બંને રાજ્યોમાં ઉંચા મતદાન બાદ જીતના દાવા કરાયા

*    મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા

*    રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો પૈકી ૭૨ ટકાથીથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

*    તેલંગાણામાં ૨.૮ કરોડ મતદારો પૈકી ૬૫ ટકાથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

*    સવારે રાજસ્થાન અને તેલંગણામાં અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઇ હતી

*    રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુન્ધરા રાજે, પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહેલોત, સચિન પાઇલોટ અને કેન્દ્રિય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂઆતમાં જ મતદાન કર્યું

*    છેલ્લા ૨૫ વર્ષથી રાજસ્થાનમાં પાંચ વર્ષના ગાળા બાદ સરકાર બદલાતી રહી છે

*    ટ્રેડ આ વખતે પણ જારી રહેશે કે કેમ ેને લઇને ભારે સસ્પેન્સ જારી

*    તેલંગણા અને રાજસ્થાન બંને રાજ્યોમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાયો

*    ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી હતી

*    રાજસ્થાનમાં ગહેલોત અને સચિન પાઇલોટ બંનેમાંથી મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઇને ભારે ચર્ચા છેડાઇ ગઇ છે

*    છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટો જીતી લીધી હતી

*    સવારે તેલંગણાની ૧૧૯ સીટ પર પણ સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઇ

*    કોંગ્રેસ પાર્ટી ૨૫ વર્ષથી ચાલી રહેલા ટ્રેડને લઇને ભારે ઉત્સાહિત દેખાઇ રહી છે

*    ભાજપની સત્તા જાળવી રાખવા માટે મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવ દીધી હતી

(7:25 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST