Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની દિલ્હી સ્થિતિ ઓફિસ સહીત ત્રણ સ્થળોએ ઇડીના દરોડા :બેંગલુરુમાં પણ દરોડા કાર્યવાહી

તમામને અંદર બંધ કરી દેવાયા કોઈને અંદર જવાની મંજૂરી નથી :જેલ જેવી સ્થિતિનો આરોપ :કોઈપણ સર્ચ વોરંટ વગર કાર્યવાહી :વાડ્રાના વકીલનો બળાપો

નવી દિલ્હી :ઇડીએ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના દિલ્હી સ્થિત ઓફિસમાં દરોડો પાડ્યો છે મળતી વિગત મુજબ વાડ્રાની નજીક મનાતા ત્રણ સ્થળોએ પણ ઇડીએ દરોડા કાર્યવાહી શરૂ કરી છે

  વાડ્રાના વકીલે કહ્યું કે અમારા લોકોને અંદર બંધ કરી દેવાયા છે કોઈને અંદર જવાની મંજૂરી નથી વકીલે એમ પણ કહ્યું કે જેલમાં કેદ જેવી સ્થિતિ છે જે અયોગ્ય છે જે લોકોને અંદર બંધ કરાયા છે તે સ્કાઈ લાઈટ હોસ્પિટાલિટી માટે કામ કરે છે

   ઇડીના સુત્રોથી મળતી માહિતી મુજબ ઇડીએ બેંગલુરુમાં પણ વાડ્રાના નજીકના મનાતા સ્થળોએ દરોડો કર્યો છે વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને કહ્યું કે એક ન્યુઝ પેપર મુજબ મારા ક્લાયન્ટને ઇડી તરફથી ત્રણ સમન્સ જાહેર કરાયા છે પરંતુ હકીકતે અમને એક પણ સમન્સ હજુ મળ્યું નથી,ઇડીના અધિકારીઓ પાસે સર્ચ વોરંટ પણ નથી,તેમ છતાં દરોડાની કાર્યવાહી થઇ રહી છે ત્યાં સુધી કે મને પણ અંદર જવાની અટકાવાય છે

(7:23 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST