Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દુનિયાને સમગ્ર રીતે બદલવાનો દાવો કરનાર 5G ટેકનીક અન્ય જીવો માટે ખતરારૂપઃ નેધરલેન્ડમાં ટેસ્‍ટીંગ દરમિયાન સેંકડો પક્ષીઓના મોત

4જી બાદ હવે સમગ્ર દુનિયા 5જીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે. 5જીને સંપૂર્ણ રીતે લોન્ચ કરવાને લઈને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ ઘણી દિગ્ગજ કંપનીઓ અલગ અલગ રીતે પરીક્ષણ કરી રહી છે. પરંતુ દુનિયાને સમગ્ર રીતે બદલવાનો દાવો કરનારી ટેકનિક અન્ય જીવો માટે ખતરો બની રહી છે. 5જીને લઈને સવાલ જ્યારે સામે આવ્યો છે જ્યારે નેધરલેન્ડમાં 5જી ટેસ્ટિંગ દરમિયાન અચાનક સેંકડો પક્ષીઓનો જીવ જતો રહ્યો. એવામાં ફરી એકવાર સવાલ ઊભો થાય છે કે શું આપણે આધુનિક થવા માટે અન્ય જીવો તથા પર્યાવરણ માટે ખતરો બની રહ્યા છીએ?

5G ટેસ્ટિંગ દરમિયાન 297 પક્ષીઓએ ગુમાવ્યો જીવ

લગભગ એક અઠવાડિયા પહેલા નેધરલેન્ડના હેગ શહેરમાં અચાનક સૈંકડો પક્ષીઓના મોતની જાણકારી ઝડપથી ફેલાવા લાગી. જાણકારી મુજબ હેગ શહેરમાં 5જી ટેસ્ટિંગ દરમિયાન લગભગ 297 પક્ષીઓ મોત પામ્યા. તેમાંથી 150 પક્ષીઓનું મોત ટેસ્ટિંગ શરૂ થતા થઈ ગયું. 5જી ટેસ્ટિંગના રેડિએશનનો એટલો ખરાબ પ્રભાવ હતો કે આસપાસના ઘણા તળાવોમાં બતકોમાં વિચિત્ર વ્યવહાર જોવા મળ્યો. તેઓ વારંવાર પોતાનું માથું પાણીમાં ડૂબાડી અને બહાર આવી રહી હતી.

પહેલા પણ 5જી ટેસ્ટિંગમાં થઈ પરેશાની

નેધરલેન્ડના શહેરમાં 5જી ટેસ્ટિંગ દરમિયાન રેડિયો ફ્રિક્વેન્સી રેડિએશન 7.40 ગીગાહર્ટ્ઝ હતી. જોકે હજુ સુધી તેના વિશે કોઈ ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. પહેલા પણ એક અન્ય શહેરમાં 5જી ટેસ્ટિંગ સમયે ગાયો પરેશાન થઈ હતી. સ્વિત્ઝરલેન્ડમાં પણ 5જી ટેસ્ટિંગ દરમિયાન ગાયોનું ટોળું અચાનક જમીન પર પડી ગયું હતું. હાલમાં ડચ ફૂડ એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સેફ્ટી ઓથોરિટી મૃત પક્ષીઓનું લેબમાં ટેસ્ટિંગ કરી રહી છે. જે પાર્કમાં પક્ષીઓનું મૃત્યુ થયું છે તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત જાહેર કરાયો છે. મૃતક પક્ષીઓનું નામ સ્ટર્લિંગ છે.

દુનિયા માટે ખતરો બની શકે 5જી

હોલેન્ડની એક એનજીઓના ચેરમેન પિટર કેલિને જણાવ્યું કે, અમે પહેલાથી જણાવ્યું હતું કે માઈક્રોવેવથી કોઈપણ જીવને ખતરો નથી. પરંતુ પર્યાવરણના એક્ટપર્ટ ઘણા ડોક્ટરોએ વોર્નિંગ આપી હતી કે 5જી ટેકનિકમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો ઉપયોગ કરાય છે. ઝડપથી અન્ય જીવોના સ્કીનમાં ભળી જાય છે. તેનાથી કેન્સરનું સંક્ટ વધી જાય છે. 5જીના પ્રમોટર્સનો દાવો છે કે ટેકનિકથી ડેટા ટ્રાન્સફર ઘણું ઝડપથી થશે સાથે એનર્જી અને નાણાંકીય ખર્ચ ખૂબ ઓછો થશે.

(5:01 pm IST)
  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST