Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સૌથી વધુ કમાતા ટીવી સેલેબ્સના લિસ્ટમાંથી કપિલ શર્મા બહાર, ભારતી- દિવ્યાંકાની એન્ટ્રી

ફોર્બ્સની યાદી જાહેરઃ કરણ કુંદ્રા આ ૧૧.૦૧ કરોડ રૂપિયા કમાણી સાથે ૮૪માં સ્થાને, રામ કપૂર ૮.૬૭ કરોડ રૂપિયા કમાણી સાથે ૯૧માં ક્રમે, અલી અસગર ૮.૨ કરોડ રૂપિયા કમાણી સાથે ૯૨માં ક્રમેઃ દિવ્યાંકાની કમાણી ૭.૮ કરોડ

મુંબઇ, તા. ૭ : Forbes India 2018 માં એ સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી છે. લિસ્ટમાં અલગ અલગ ફિલ્ડના સ્ટાર્સ નામ છે. લિસ્ટમાં એકટર્સ અને સ્પોર્ટ્સ પર્સનના નામ પણ સામેલ છે. લિસ્ટમાં સલમાન ભારતનો સૌથી અમીર સેલિબ્રિટી છે, સતત ૩ વર્ષથી સલમાને આ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતી સિંહ, દિવ્યાંકા ત્રિપાઠી અને સુનીલ ગ્રોવરે આ લિસ્ટમાં જગ્યા બનાવી છે.

ભારતી સિંહ ટીવી પર હોસ્ટ તરીકે જોવા મળે છે તેણે આ લિસ્ટમાં ૭૪જ્રાફ્રત્ન સ્થાન મેળવ્યું છે. ભારતની કમાણી ૧૩.૯૫ કરોડ રૂપિયા છે. હાલ ભારતી શ્નઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ૮ હોસ્ટ કરી રહી છે અને 'ખતરોં કે ખિલાડી ૯નું શૂટિંગ પૂરું કર્યું છે. આ શો આવતા વર્ષે જાન્યુઆરીમાં ઓન-એર થશે.

કોમેડી કિંગ સુનીલ ગ્રોવરનો ૨૦૧૬માં કપિલ શર્મા સાથે ઝઘડો થયો હતો પણ તે ઘણા સફળ પ્રોજેકટનો ભાગ હતો. એક બોલિવુડ ફિલ્મમાં લીડ રોલ ઉપરાંત વેબ કોમેડી શોમાં પણ જોવા મળ્યો. સુનીલનો અપકમિંગ ટીવી શો 'કાનપુર વાલે ખુરાનાઝ' શરૂ થવાનો છે. સુનીલ આ લિસ્ટમાં ૮૨માં ક્રમે છે અને તેની કમાણી ૧૧.૮૧ કરોડ રૂપિયા છે.

સ્મોલ સ્ક્રીનની જાણીતી એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી 'યે હૈ મોહબ્બતે'માં ઈશિતાનો રોલ નિભાવીને દર્શકોની ફેવરિટ બની છે. આ લિસ્ટમાં દિવ્યાંકા ૭.૮ કરોડ રૂપિયા કમાણી સાથે ૯૪જ્રાક્ન ક્રમે છે.

આ સાથે જ કરણ કુંદ્રા આ ૧૧.૦૧ કરોડ રૂપિયા કમાણી સાથે ૮૪માં સ્થાને, રામ કપૂર ૮.૬૭ કરોડ રૂપિયા કમાણી સાથે ૯૧માં ક્રમે, અલી અસગર ૮.૨ કરોડ રૂપિયા કમાણી સાથે ૯૨માં ક્રમે છે. આઘાતજનક બાબત એ છે કે છેલ્લા ૬ વખતથી આ લિસ્ટમાં ટોપ પર રહેલા કપિલ શર્માનું નામ યાદીમાં નથી.

(4:04 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST