Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સુપ્રિમ કોર્ટે જેટલી વિરૂધ્ધની PIL ફગાવી : દાખલ કરનાર વકિલને કર્યો ૫૦,૦૦૦નો દંડ

જેટલી ઉપર RBIની કેપીટલ રિઝર્વમાં લુંટફાટનો આરોપ મૂકયો'તો વકિલે

નવી દિલ્હી તા. ૭ : સુપ્રીમ કોર્ટે અરૂણ જેટલી વિરૂધ્ધ જનહિત અરજી દાખલ કરનારા વકિલ પર ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન વકીલ પર પ્રતિબંધ લગાવાની ચેતવણી પણ આપી.

ઉલ્લેખનીય છે કે, વકીલ એમ એલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં બેંકોની એનપીએ પર જનહિત અરજી દાખલ કરી હતી અને અરૂણ જેટલી પર આરોપ લગાવ્યા હતા અને દંડ ભરવા સુધી અરજી દાખલ કરવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એમ એલ શર્મા પર ૫૦ હજારનો દંડ લગાવ્યો જેને જનહિત અરજી દાખલ કરી હતી. પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઇ અને એસ કે કૌલની પીઠે કહ્યું, અમે આ પીઆઇએલ વિચાર કરવાની જરાય પણ જરૂર લાગતી નથી. શર્માએ નાણામંત્રી આરબીઆઇના કેપિટલ રીઝર્વમાં લૂંટફાટનો આરોપ મુકયો હતો. (૨૧.૨૩)

(3:47 pm IST)