Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ચાલુ કાર્યક્રમમાં નીતિન ગડકરી બેભાન થયા : હોસ્પિટલમાં દાખલ

રાષ્ટ્રીય ગીત માટે ઉભા હતા ત્યારે અચાનક તેઓ બેહોશ થઇ ગયા

અહમદનગર તા. ૭ : મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત ખરાબ થઇ જતા તેઓ સ્ટેજ પર જ બેહોશ થઇ ગયા હતા. આ સમય દરમિયાન મહારાષ્ટ્રના રાજયપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હાજર હતા. નીતિન ગડકરીને અત્યારે તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

નીતિન ગડકરી અહમદનગરમાં મહાત્મા ફુલે કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય ગીત માટે ઉભા હતા, ત્યારે અચાનક તેઓ બેહોશ થઇ ગયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કરીને નીતિન ગડકરી જલ્દી સ્વસ્થ થઇ જવાની પ્રાર્થના કરી છે.

નોંધનીય છે કે આ પહેલા પણ ઘણી વખત નીતિન ગડકરીની તબિયત ખરાબ થઈ ચૂકી છે. થોડા સમય પહેલા જ એક રેલી પછી, તેમને તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર આવ્યા હતા. નીતિન ગડકરી કેન્દ્ર સરકારમાં રોડ પરિવહન મંત્રી છે. આ ઉપરાંત, તેમના પર ગંગાને સાફ કરવાની જવાબદારી પણ છે. જો કે નીતિન ગડકરીએ થોડા વર્ષો પહેલા વજન ઘટાડવા માટે ઓપરેશન પણ કરાવ્યું હતું. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચૂકયા છે, અત્યારે તેઓ નાગપુરથી સાંસદ પણ છે.(૨૧.૨૬)

(8:05 pm IST)
  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST