Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજસ્થાન - તેલંગણામાં બમ્પર મતદાન : સાંજથી એકઝીટ પોલ

રાજસ્થાનમાં બપોર સુધીમાં ૫૦ ટકા ઉપર મતદાન : ભાજપ કે કોંગ્રેસ ? સત્તાનો લાડવો કોને ? જબરી ચર્ચા : રાજસ્થાનમાં અનેક સ્થળે EVM ખરાબીની ફરિયાદો : તેલંગણામાં પણ જંગી મતદાન : KCRનો દાવો... હું ફરી આવું છું

જયપુર તા. ૭ : રાજસ્થાન અને તેલંગાણામાં સઘન સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. મતદાન શરૂ થતાની સાથે જ સવારમાં જ કેટલાક મતદાન મથકો પર તો લાંબી લાઇન જાવા મળી હતી. શરૂઆતી કલાકમાં જ રાજસ્થાનમાં સાત ટકાની આસપાસ મતદાન થઇ ગયુ હતુ. સવારે મતદાનની શરૂઆત થયા બાદ સામાન્ય મતદારોથી લઇને નેતા અને અભિનેતા અને અન્ય લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

ત્યારબાદ રાજસ્થાનમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં ૪૧.૩૭ ટકા મતદાન થયું છે. આ લખાય છે ત્યારે રાજસ્થાનમાં ૫૦ ટકાથી ઉપર મતદાન થયાના અહેવાલો છે.

તેમજ તેલંગણામાં બપોરે ૧ વાગ્યા સુધીમાં ૪૮ ટકા મતદાન થયું છે. આ લખાય છે ત્યારે તેલંગાણામાં ૫૫ ટકાથી ઉપર મતદાન થયાના અહેવાલો છે.

તેલંગાણા વિધાનસભા ચુંટણી ૨૦૧૮ માટે ૧૧૯ સીટો માટે મતદાન ચાલુ છે. સામાન્ય લોકો ઉપરાંત ફિલ્મ સ્ટાર્સ પણ મતદાન કેન્દ્રો પર મત આપવા પહોંચ્યા હતા તેમજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ મતદાન કર્યું.

રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં બે જુથો વચ્ચે મારા-મારીના અહેવાલો છે ત્યાં ભારે માત્રામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે તેમજ ફતેહપુર ઉપરાંત સીકરમાં પણ બે જુથો વચ્ચે મારા-મારીના અહેવાલો છે.

બંને રાજયોમાં મતદાન કરવા માટે મતદારો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર રહ્યા બાદ આજે મતદાન થઇ રહ્યુ છે. બંને રાજયોમાં મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. બંને રાજય સહિત અન્ય ત્રણ રાજયમાં કયાં કોંણ બાજી મારશે અને કોની સરકાર બનશે તે અંગે હવે ૧૧મી ડિસેમ્બરના દિવસે જાણી શકાશે. એકબાજુ રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો પૈકીના મોટા ભાગના મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે મતદાન કરવા નિકળ્યા હતા. તમામ મતદાન કેન્દ્રો પર તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી હતી. છત્તિસગઢ, મિઝરમ, મધ્યપ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે .

છેલ્લા થોડાક દિવસમાં રાજસ્થાન અને તેલંગણમાં સેંકડો રેલીઓ યોજાઈ હતી અને રોડ શો યોજાયા હતા. રાજસ્થાનમાં મતદાનની શરૂઆતની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા ૨૨૭૪ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. રાજસ્થાનમાં કુલ ૫૧૬૮૭ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં કુલ ૪.૭૫ કરોડ મતદારો પૈકી ૨૨૭૧૫૩૯૬ મહિલા મતદારોમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે બહાર નિકળી હતી. હાલમાં અલવર જિલ્લાના રામગઢ મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી હતી. બુધવારના દિવસે પ્રચારનો સાડા પાંચ વાગે અંત આવ્યો હતો. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હતી. જયારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી હતી. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. આજે સવારે મતદાનની શરૂઆત થવાની સાથે જ ૧૮૨૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં છે. આ પાર્ટીએ તમામ ૧૧૯ સીટો પર લડી રહી છે.

કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુલ મતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે. જે પૈકી મોટા ભાગના મતદારો આજે સવારે મતદાન કરવા માટે નિકળ્યા હતા. તેલંગાણામાં નિષ્પક્ષ ચૂંટણીની કાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બર સુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭ કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી.

તેલંગણામાં કોંગ્રેસે ૯૯ ઉમેદવારો, ટીડીપી ૧૩, ટીજેએસે ૦૮ અને સીપીઆઈએ ૦૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.આજે મતદાનની સાથે જ તમામના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીઆરએસે ૬૩, કોંગ્રેસે ૨૧, ટીડીપીએ ૧૫, ભાજપે પાંચ બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તનની સ્થિતી રહેલી છે. જા કે આ વખતે કેટલાક નવા સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે.

રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા. ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમકયા હતા. આશરે ૫૦ સીટો પર બળવાખોર ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.

(3:31 pm IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • અમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST