Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કોંગ્રેસ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ અંગે વિચાર કરશે:મતદાન વેળાએ સચિન પાયલોટની પ્રતિક્રિયા

કોંગ્રેસે જનતા વચ્ચે જઈને મુદા ઉઠાવ્યા :રાજસ્થાનમાં બહુમતિથી જીતશે

રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાસચિન પાઇલોટે મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે જનતા વચ્ચે જઈને મુદા ઉઠાવ્યા છે. પીએમ મોદી અને અમિત શાહે હારના ડરના કારણે રાજસ્થાનમાં પુરી તાકાત લગાવી. કોંગ્રેસ રાજસ્થાનમાં બહુમતિથી જીતશે. સચિન પાઇલોટે વધુમાંજણાવ્યુ કે, ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ અંગેવિચાર કરશે.

(1:41 pm IST)
  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • રાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST