Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આઈસલેન્ડના વિદેશમંત્રી થોર થોર્ડરસન ભારત પ્રવાસે :આઠ દિવસનું કરશે રોકાણ વિદેશમંત્રી સાથે બેઠક ઉપરાંત આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે

નવી દિલ્હી :આઈસલેન્ડના વિદેશમંત્રી ભારત ૮ દિવસીય પ્રવાસ માટે આવ્યા છે. ગુડલાગુર થોર થોર્ડરસન ભારતમાં ૮ દિવસનું રોકાણ કરવાના છે. ૮ ડીસેમ્બર ના રોજ ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરવાના છે.

 આઈસલેન્ડના વિદેશમંત્રી થોર એ જવાહરલાલ નહેરુ ભવનમાં દેશના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે. ૯ ડીસેમ્બરના રોજ તેઓ આગ્રામાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ૧૦ ડીસેમ્બરના રોજ જયપુરની મુલાકાત લેશે. ૧૪ ડીસેમ્બરના રોજ તેઓ પરત આઈસલેન્ડની રાજધાની રેક્જાવિકે જવા રવાના થશે.

(12:19 pm IST)