Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

૨૦૧૮માં ટ્વિટર પર બહુચર્ચિત વ્યકિતઓમાં મોદી ટોચ પર : રાહુલ ગાંધી બીજા નંબરે

નવી દિલ્હી તા. ૭ : વડાપ્રધાન આગામી લોકસભામી ચૂંટણીમાં જીત મેળવી શકશે કે નહીં તેને લઈને તમામ પ્રકારના સર્વે હાથ ધરવામાં આવ્યાં છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા હજુ પણ સૌથી વધુ છે. ટ્વિટર ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે અનુસાર વર્ષ ૨૦૧૮માં અત્યાર સુધી વડાપ્રધાન મોદી ટ્વિટર પ્લેટફોર્મ પર સૌથી ચર્ચિત ચહેરો રહ્યાં છે. આ ઉપરાંત ટ્વિટરના રિપોર્ટ અનુસાર ટોપ ૧૦ પર્સનાલિટીઝમાં ભાજપના જ ૪ નેતાનો સમાવેશ થાય છે.  ટ્વિટર ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજા, બીજેપી ચીફ અમિત શાહ ત્રીજા, સીએમ યોગી આદિત્યનાથ ચોથા ક્રમ પર છે. આ ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ સિવાય દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એક માત્ર એવા નેતા છે જે ટોપ ૧૦માં સમાવેશ થાય છે.આ લિસ્ટમાં કેજરીવાલ ૫માં સ્થાન પર છે. જયારે છઠ્ઠા ક્રમ પર અભિનેતા પવન કલ્યાણ છે, અને ૭માં ક્રમ પર બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન છે. એકટર વિજય આઠમાં અને મહેશ નવમાં સ્થાન પર છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અને હાલમાં ચૂંટણી જંગમાં ઉતરેલા શિવરાજ સિંહ ચૌહાણ ૧૦માં નંબર પર છે.તો બીજી તરફ પોપ્યુલર સોશ્યલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા નેતા બની ગયા છે.

ફોટો શેર કરવા માટે યુવા વર્ગની ફેવરિટ ગણાતી ઈન્સ્ટાગ્રામ એપ પર મોદીના ૧૫.૫ મિલિયન ફોલોઅર્સ છે. બીજા ક્રમે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો ૧૪ લાખ ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે.ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્રમમાં ત્રીજા નંબરે છે.તેમના ૧૦.૯ મિલિયન ફોલોઅર્સ છે. સોશ્યલ મીડિયા પર પીએમ મોદી ઘણા સક્રિય રહે છે. ટ્વિટર પર પણ તેમની હાજરી સતત જોવા મળતી હોય છે. ટ્વિટર પર પણ તેમના ૪.૨ કરોડ ફોલોઅર્સ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોપ ફ્રાન્સિસ પછી તેમનો ત્રીજો નંબર છે.(૨૧.૬)

(11:51 am IST)
  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • મહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST