Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

BPOને સપોર્ટ-સર્વિસિસ માટે ટેકસ-વિભાગની નોટિસ ૧૮ ટકા GST ની શકયતાઃ નિકાસને અસર થવાનો ભય

નવીદિલ્હી તા.૭: ટેકસ-ડિપાર્ટમેન્ટે હવે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ)ની સપોર્ટ-સર્વિસિસને ટેકસ લાગુ કરવાનું વિચાર્યું છે. આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટે બીપીઓને નોટિસ પણ ઇશ્યુ કરી હોવાનું જાણવા મળે છે. એક મહિના પહેલાં જ ઓથોરિટી ફોર એડ્વાન્સ રૂલિંગ દ્વારા આ સર્વિસિસને ઇન્ટરમિડિયરી સપોર્ટ-સર્વિસ તરીકે ગણાવી હતી, એને નિકાસ-સર્વિસ કહી ન શકાય. જો કે ઇનડાયરેકટ ટેકસ-વિભાગે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. ટેકસ-વિભાગો મલ્ટિનેશનલ અને ભારતીય કંપનીઓના ઓફશોર સપોર્ટ-સર્વિસ નિકાસ કરતા એકમોને પ્રાથમિક નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. આની અસર નિકાસ પર પડી શકે છે.

ભારતીય અને બહુરાષ્ટ્રિય કંપનીઓની બેક-ઓફિસ ફોરેન કંપનીઓને સોપર્ટ-સર્વિસિસ પૂરી પાડે છે જેને હવે ૧૮ ટકા જીએસટી લાગુ પડશે એવી શકયતા છે. આમાં ઘણી મોટી કંપનીઓ સ્ક્રુટિની હેઠળ આવી શકે છે. ખાસ કરીને આની વિપરીત અસર નિકાસને થઇ શકવાનો ભય વ્યકત થાય છે.(૧.૩)

(11:46 am IST)