Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજનીતિમાં પરિવારવાદ... રાજસ્થાન - મ.પ્રદેશમાં ભાજપમાં વધુ 'નામદાર' : છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપથી આગળ

મ.પ્રદેશની કુલ ૨૩૦ બેઠકોમાંથી ભાજપના ૧૬૫ ધારાસભ્યો છે આમાંથી ૨૦નું વંશવાદી કનેકશનઃ રાજસ્થાનની ૨૦૦ બેઠકોમાં ભાજપના ૧૬૦ ધારાસભ્યોમાંથી ૨૩નું 'નામદાર' કનેકશન

નવી દિલ્હી તા. ૭ : પાંચ રાજયોમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર બુધવારે સમાપ્ત થયો.પ્રચાર દરમ્યાન એક મુદ્દા પર ખુબજ વધુ વાત થઇ.જે છે રાજનીતિમાં પરિવારવાદ.પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને અને ગાંધી પરિવાર પર એ આરોપ લગાવે તેઓ પરિવાર પ્રોત્સાહન આપે છે.બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેલંગાણાના સીએમ કેસીઆર રાવ પર આરોપ મુકયો છે કે સીએમ સરકારી નોકરીઓમાં તેમના પરિવારને મોકો આપે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ,રાજસ્થાન, એમપી અને છત્તીસગઢની વિધાનસભાનું સંશોધન કર્યું છે. તેનાથી તે જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓના પરિવાર જોડાયેલા વંશવાદી વિધાયકોની સંખ્યા બીજેપીમાં કોંગ્રેસના મુકાબલે વધુ છે.જોકે છત્તીસગઢમાં કોંગ્રેસ આ મામલે બીજેપીથી વધુ આગળ છે. વંશવાદી વિધાયક તે છે,જેનો પરિવારના કોઈ નજીકના સભ્ય સક્રિય રાજનીતિમાં હોય.આ નજીકના સંબંધી અથવા લગ્નના કારણે થઇ શકે છે.

મધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ વિધાનસભા સીટો છે.તેમાં બીજેપીના ૧૬૫ વિધાયક છે. તેમાંથી ૨૦નું વંશવાદી કનેકશન છે. બીજી બાજુ, ૫૮ સભ્યોવાળી કોંગ્રેસમાં એવા વિધાયકોની સંખ્યા ૧૭ છે. સંખ્યાબળમાં બીજેપી વિધાયક ભલે વધુ હોય, પરંતુ જયારે વિધાયકોમાં ટકાવારીની વાત આવે છે તો કોંગ્રેસ ૨૯ ટકાની સાથે બીજેપીને ૧૨ ટકા એવા વિધાયકોથી આગળ છે. હવે વાત આવે છે કે રાજસ્થાનની.૨૦૦ વિધાનસભા સીટો વાળા આ રાજયમાં બીજેપીના ૧૬૦ વિધાયકોમાં ૨૩નું નામદાર કનેકશન છે.બીજી બાજુ,૨૫ સભ્યવાળા કોંગ્રેસમાં આ સંખ્યા ૮ છે.છતીસગઢમાં ૯૦ સીટ વળી વિધાનસભામાં બીજેપીના ૪૯ વિધાયકોમાં ૩ નામદાર જયારે કોંગ્રેસના ૩૯ વિધાયકોમાં ૬ નામદાર છે.

(11:44 am IST)
  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST