Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કાશ્મીરનો ખીણ વિસ્તાર થીજી ગયો :લેહમાં પારો ગગડીને માઇનસ 8.7 ડીગ્રીએ ગગડ્યો

પહેલગામમાં માઇન્સ 4 ડિગ્રી :શ્રીનગરમાં માઇનસ 2,6 ડિગ્રીએ લોકો ઠુંઠવાયા

શ્રીનગર :કાશ્મીર ખીણમાં આજે પણ લોકોને ઠંડથી રાહત મળી નહતી.સવારે ખીણમાં હવામાન ખાતાની તમામ ઓફિસોમાં પારો માઇનસ દર્શાવતો હતો ગઇ રાત્રે તમામ જગ્યાએ સબ-ઝિરોની સ્થિતિ હતી પરિણામે લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા.

 શ્રીનગરમાં પણ પારો માઇનસ ૨.૬ ડીગ્રી દર્શાવતો હતો. બે સપ્તાહ પહેલાં પણ શહેરમાં સિઝનની સૌથી વધુ ઠંડી એ વખતે પડી હતી જ્યારે પારો માઇનસ ૩.૨ ડીગ્રીએ પહોંચ્યો હતો.

 અધિકારીઓએ કહ્યું હતું કે ખીણ અને લદ્દાખ ક્ષેત્રમાં ગઇ રાત્રે પારો માઇનસ હતો જેના કારણે લોકોને ઠંડીમાંથી જરાય રાહત મળી નહતી અને લોકો પોતાના ઘરોમાં જ પુરાઇ રહ્યા હતા. વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ મનાતા પહેલગામમાં પણ સ્થિતિ એવી જ હતી. ત્યાં પણ પારો માઇનસ ૪.૦ ડીગ્રી સેલશિયસ હતો

 .ઉત્તર કાશ્મીરની પ્રખ્યાત સ્કી રિસોર્ટ પણ ઠંડીથી બચી નહતી. ત્યાં પણ પારો શુન્ય કરતાં ૦.૬ ડીગ્રી હતો.

(11:05 am IST)