Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પાકિસ્તાની મીડિયાને મળ્યો ખોરાક :કોંગ્રેસના નેતા સિદ્ધુની રેલીમાં લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારાનું કર્યું પ્રસારણ

ભારતના લોકો પડોશી દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છુક હોવાનો કર્યો દાવો

પંજાબના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંઘ સિદ્ધુની રેલી દરમિયાન પાકિસ્તાન તરફી નારા લગાવાયા હતા અને પાકિસ્તાની મીડિયાને ભારત વિરોધી ઝેર ઓકવામાં જાણે કે ખોરાક મળી હયો હતો.  અલવરની રેલીમાં લગાવાયેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા સમાચાર ચલાવાયાના થોડા સમય બાદ તરત જ પાકિસ્તાની સમાચાર ચેનલો દ્વારા તેનું પ્રસારણ કરાયું હતું 

   આ વીડિયોનું પ્રસારણ કરવાની સાથે જ પાકિસ્તાનની સમાચાર ચેનલોએ એવો દાવો કર્યો હતો કે, ભારતમાં જે રીતે પાકિસ્તાન તરફી નારા લાગી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે ભારતના લોકો પડોશી દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે.

  પાકિસ્તાનની ન્યૂઝ એન્કર્સ અને પત્રકારોએ વધુમાં દાવો કર્યો કે, બે પડોશી દેશો વચ્ચે સુમધુર સંબંધો રહે તેની તરફેણમાં ભારત સરકાર અને તેનો એક મીડિયા વર્ગ નથી.

ઝી ન્યૂઝ દ્વારા આ વીડિયોને વારંવાર ચલાવવામાં આવ્યો અને કોંગ્રેસ તથા સિદ્ધુને તેમની રેલી દરમિયાન લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા અંગે પોતાનો મત વ્યક્ત કરવા જણાવાયું હતું.

જોકે, કોંગ્રેસના નેતાઓએ આરોપોને નકાર્યા હતા અને એવો આરોપ લગાવ્યો કે ઝી ન્યુઝ દ્વારા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. સાથે જ સિદ્ધુએ ઝી ન્યૂઝ પર માનહાનીનો કેસ ઠોકવાની પણ ધમકી આપી હતી. કોંગ્રેસના ટેકેદારો દ્વારા સોશિયલ મીડિયામાં ઝી ન્યૂઝ સામે કેમ્પેઈન ચલાવાયું હતું અને કેટલાક મીડિયા હાઉસ તથા પત્રકારોએ પણ તેમને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ વારંવાર એવા વીડિયો પોસ્ટ કર્યા જેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર એડિટ કરી દેવાયા હતા. 

આથી, ઝી ન્યૂઝની ટીમે સ્થાનિક લોકોનો સંપર્ક કર્યો. સાથે જ સિદ્ધુની અલવર રેલી દરમિયાન હાજર રહેલા પત્રાકરોનો સંપર્ક કર્યો અને આ રીતે જુદા-જુદા પત્રકારો દ્વારા રેલી દરમિયાન શૂટ કરાયેલા જુદા-જુદા 7 વીડિયો મેળવ્યા હતા. એક સ્થાનિક પત્રકારે કેમેરાની સામે આવીને કોંગ્રેસને ઉઘાડી પાડવાની હિંમત દેખાડી અને જણાવ્યું કે, સિદ્ધુ જ્યારે રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગ્યા હતા. 

ઝી ન્યૂઝના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ કોંગ્રેસના રણદીપ સુરજેવાલા સાથે તેમની ટ્વીટ અંગે વાત કરી, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે ઝી ન્યૂઝ દ્વારા ખોટો વીડિયો ચલાવાયો છે અને રેલીમાં 'સત શ્રી અકાલ'ના નારા લાગ્યા હતા. સુરજેવાલાએ પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. 

જોકે, સુધીર ચૌધરીએ સુરજેવાલાના તમામ આરોપોને ખોટા ઠેરવ્યા અને એ સાબિત કર્યું કે કોંગ્રેસના નેતા દ્વારા જે વીડિયો પોસ્ટ કરાયો છે તે બહુ જ સાવચેતીપૂર્વક એડિટ કરવામાં આવ્યો છે. જેમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગી ગયા બાદની રેલી દર્શાવાઈ છે.

(12:00 am IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST