Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

‘‘ ટ્રેન-૧૮'' ગતિ પરીક્ષણ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકઃ એન્‍જીનીયરોની ડીઝાઇન અને કારીગરીની ગુણવતાનું પ્રમાણપત્રઃ પિયુષ ગોયલ

રેલમંત્રી પિયુષ ગોયલએ ‘‘ટ્રેન-૧૮'' નો ટ્રાયલ વીડીયો શેયર કરતા લખ્‍યું કે મેક ઇન ઇન્‍ડિયા અભિયાન અંતગર્ત ભારતમાં નિર્મિત ‘‘ટ્રેન-૧૮'' રાજસ્‍થાનમાં ગતિ પરીક્ષણ દરમ્‍યાન ૧૮૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાટા પર દોડતી થઇ. આ પહેલા એમણે ટવિટ કર્યુ હતું કે  આ અમારા એન્‍જીનીયરોની ડીઝાઇન અને કારીગરીનુ ગુણવતાનું પ્રમાણપત્ર છે.

(10:57 pm IST)
  • રાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST