Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઓછા ઉત્પાદનને કારણે આદુના ભાવમાં તેજી :કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદથી ઉત્પાદનને માઠીઅસર

મુંબઈ : સ્થાનિક ઓછા ઉત્પાદનને પગલે બજારમાં આદુના ભાવમાં તેજી જોવા મળી રહી છે.તાજા આદુના ભાવ વધીને પ્રતિ કિલો.૩પથી ૪પ બોલાઈ રહ્યા છે જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં ભાવ પ્રતિ કિલો ૧પથી ર૦ બોલાઈ રહ્યા છે. સ્પાઈસ બોર્ડના આંકડા મુજબ વર્ષ ર૦૧૭-૧૮માં આદુનું ઉત્પાદન ૧૦,૪૩,૧૩૦ ટન થવાનો અંદાજ છે.

  ભારે વરસાદના કારણે કેરળ અને કર્ણાટક ખાતે ઉત્પાદન ઉપર માઠી અસર થઈ છે. કર્ણાટકના મૈસુર, ફૂરગ, ચિકમગાલુર, હસન અને શિમોગા જેવા જિલ્લાઓમાં સોફ્ટ રોગથી આદુના ઉત્પાદન ઉપર અસર થઈ છે. ગત વર્ષે આદુના ભાવ પ્રતિ ૬૦ કિલો ૧૧૦૦થી ૧ર૦૦ની વચ્ચે બોલાઈ રહ્યા હતાં. આ સીઝનમાં કેટલાક ખેડુતોએ લીઝિંગના પ્રથા છોડી દીધી છે જ્યારે કેટલાકે વાવેતરમાં ઘટાડો કર્યો છે. વાયનદના વેપારીએ જણાવ્યુ કે, ભાવમાં વધારો થતા ખેડુતોને અત્યારે સારા ભાવ મળી રહ્યા છે.

(10:47 pm IST)