Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

વોલમાર્ટ ઇન્ડિયા મહારાષ્ટ્રમાં 15 સ્ટોર્સ ખોલશે :30થી 35 હજાર લોકોને આપશે રોજગારી

8 શહેરોમાં મિલ્કતની પસંદગી કરાઈ :ત્રણ-ચાર વર્ષમાં તમામ સ્ટોર ખુલ્લા મુકાશે

મુંબઈ :વિશ્વનું સૌથી મોટું રિટેલર વોલમાર્ટ ઇન્ડિયા મહારાષ્ટ્રમાં ૧૫ સ્ટોર્સ ઓપન કરીને ૩૦ થી ૩૫ હજાર લોકોને રોજગારી પૂરી પાડશે. વોલમાર્ટ ઇન્ડિયાએ મહારાષ્ટ્રના ૮ શહેરોમાં ૮ નવા સ્ટોર્સ માટે મિલકતોની ઓળખ કરી છે

   વોલમાર્ટ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને સીઈઓ કિષ અયરે જણાવ્યું હતું કે,વોલમાર્ટે મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ કર્યો છે, જેના દ્વારા તે ૩-૪ વર્ષમાં રાજ્યમાં ૧૫ સ્ટોર ઓપન કરશે. તેમજ દરેક સ્ટોર દ્વારા ૨૦૦૦ જેટલી ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ નોકરીઓ પૂરી પાડશે.

   વધુમાં વિવિધ ખેડૂતો નિર્માતાના જૂથો અને કોર્પોરેટ કંપનીઓ વચ્ચેના ૪૬ જેટલા મેમોરેન્ડમ સામેલ હતા, જેના કારણે ખેડૂતો સીધા મધ્યસ્થી વગર બજારમાં પ્રવેશ કરી શકે છે. અયરે કહ્યું હતું કે, જો વોલમાર્ટ ૫૦,૦૦૦-૬૦,૦૦૦ ચોરસ ફૂટ સ્પેસમાં સ્ટોર સ્ટોર ઓપન કરે છે, ત્યારે અમે ૬૦ થી ૭૦ ટકા ફૂડ પ્રોડક્ટ્નું વેચાણ કરીએ છીએ.

(12:00 am IST)