Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

પંજાબ સરકાર રૂ.25 પ્રતિ ક્વિન્ટલ ચુકવણી કરવા સહમત : ખાંડ મિલો પિલાણ શરૂ કરશે

25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સીધા શેરડીના ખેડૂતોને આપવાનો નિર્ણય

ચંદીગઢ : શેરડીનુ વાવેતર કરતા ખેડૂતોની નારાજગીનો સામનો કરતી પંજાબ સરકારે તેમને મિલો દ્વારા ચુકવણી કરવામાં આવનાર 310 રૂપિયા પ્રતિ ક્વિન્ટલમાંથી 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચુકવણે કરવા માટે સહમત થઈ છે. સરકારે ખેડૂતોને ચુકવવા માટે 65 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે.

 પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને ખાનગી ખાંડ મિલોની વચ્ચે બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.તે પછી ફગવાડામાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ તેનુ 24 કલાકનુ પ્રદર્શન પાછુ ખેંચી લીધુ હતુ.

  શેરડીનુ પિલાણ શરૂ કરવા અને બાકિના લેણાની રકમની ચુકવણીની માંગણીને લઈને શેરડીના ખેડૂતોએ દિલ્હી-જલંધર રાષ્ટ્રીય માર્ગને રોકી દીધો હતો. તેના કારણે વાહનોનુઅવર જવરને અસર પડી હતી.

 પ્રવક્તાએ કહ્યુ કે રાજ્ય સરકારે 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સઈધા શેરડીના ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ ખેડૂતોને બાકી ચુકવણી માટે ખાનગી સુગર મિલો દ્વારા લેવામાં આવેલ લોન પર વ્યાજમાં મદદ કરવા માટે 65 કરોડ રૂપિયા જાહેર કરવાની જાહેરાત કરી છે.

(12:00 am IST)