Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

હવે ભારતની દ્રાક્ષ અને દાડમનો સ્વાદ માણશે ચીન :ભારતને ખવડાવશે સફરજન અને પનીર

ચીન ભારતની કેરી અને સફેદ સરસવની ખરીદી કરવા માટે ઈચ્છુક

ચીન ભારતમાંથી દ્રાક્ષ, દાડમ, સોયાખોળની આયાત કરશે. આ પહેલા ભારતીય ખાંડ અને બાસમતીથી હટીને ચોખાની નિકાસ ચીનને કરવાનુ નક્કિ કરવામાં આવ્યુ છેચીન એવું ઈચ્છે છે કે ભારત તેની પાસેથી દૂધ, ડેરી પ્રોડક્ટ, સફરજન અને નાશપતીની ખરીદી કરવાનુ શરૂ કરી દે.

  તાજેતરમાં ચીનના વાઈસ મીનીસ્ટર Hu Wei એ ભારતીય મંત્રીઓની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભારતે ભીંડા, ચીકુ, દૂધની નિકાસ વધારવાની વાત પર ભાર આપ્યો હતો. બીજી તરફ ચીને દૂધ, ડેરી પ્રોડક્ટ, સફરજન અને નાશપતીની ખરીદીને ફરી શરૂ કરવાની વાત કરી હતી

 એક અધિકારીના જણાવ્યા અનુસાર ચીન ભારતની કેરી અને સફેદ સરસવની ખરીદી કરવા માટે ઈચ્છુક છે. જો કે ભારત ઈચ્છે છે કે ખાંડ અને દ્રાક્ષની નિકાસ માટે નોન ટેરિફ બેરીયરને સમાપ્ત કરી દેવામાં આવે

2017-18માં ભારત થી ચીનને કરવામાં આવેલ નિકાસ 2.33 લાખ કરોડ રૂપિયાની રહી છે જ્યારે ભારતને થનર ચીનની આયાતની કિંમત 5.38 લાખ રૂપિયા રહી છે. ચીન ટ્રેડ ડ્ફિસીટને નાબૂદ કરવા ઈચ્છે છે

(12:00 am IST)