Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હવે હ્યુવેઈના ફોન પર 3D ફોટો કેપ્ચર કરી શકાશે:નવા સ્માર્ટફોન લોન્ચ કરવા તૈયારી

નવી દિલ્હી :હ્યુવેઇ ટેક્નોલોજીસ કંપનીએ ૩-ડી ઈમેજ લેવા સક્ષમ કેમેરા સાથે તેના નવા ફોનના લોન્ચિંગની યોજના બનાવી રહી છે. સૂત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર, આ ફોનના લોન્ચિંગની જાહેરાત આ મહિનામાં કરવામાં આવશે, અને ત્યારબાદ થોડા અઠવાડિયામાં તેનું વેચાણ કરવામાં આવશે.

આ ફોનમાં તકનીકી કંપની સોની કંપની દ્વારા વિકસિત સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લાઈટ(પ્રકાશ)ની સપાટીને બાઉન્સ કરીને અંતર માપવા માટે યોગ્ય છે. હ્યુવેઈના આ ફોનમાં ૩-ડી કેમેરો જોવા મળશે, જે સ્માર્ટફોન ઉદ્યોગમાં એક નવું વાતાવરણ ઊભું કરશે.

મળેલ માહિતી અનુસાર, અસંખ્ય એન્ગલથી ઈમેજને જોઈ શકાય તે પ્રકારનો નવો ૩-ડી મોડેલ કેમેરો બનાવવામાં આવ્યો છે. તેમજ આ નવા કેમેરાને વિકાસકર્તાઓ નવી એપ્લિકેશન અને ગેમ્સને નવી રીતથી નિયંત્રણ કરવાની પરવાનગી આપે છે.

(10:13 pm IST)
  • દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST