Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મંદીનો દોર જારી : સેંસેક્સમાં ૫૭૨ પોઇન્ટનો મોટો ઘટાડો

વૈશ્વિક વેચવાલી, આઈટી અને ઓટો ઇન્ડેક્સમાં ઘટાડાની અસર : મારુતિ સુઝકી તેમજ તાતા મોટર્સના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો : સ્મોલ કેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડો : નિફ્ટી ૧૮૨ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો

મુંબઇ,તા. ૬ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. મંદી યથાવત રહેતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા. આજે સેંસેક્સ ૫૭૨ પોઇન્ટ ઘટીને ૩૫૩૧૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૧ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પંજાબ નેશનલ બેંક અનએ આઈડીએફસી બેંકના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૨.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૨ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. મારુતિ સુઝુકી અને તાતા મોટર્સના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૬૮૪ રહી હતી જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૧૪૩ રહી હતી.  રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રાખવામાં આવ્યા બાદ સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૨૫૦ પોઇન્ટ ઘટીને ૩૫૮૮૪ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૮૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૮૩ની સપાટીએ રહ્યો હતો. અગાઉ  કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈ છે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બરમાં વિકાસ દર ઘટીને ૭.૧ ટકા થઈ ગયો છે જે ૮.૨ની સરખામણીમાં ખુબ ઓછો દર છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં જીડીપીનો વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષની આજ અવધિની સરખામણીમાં વધારે છે. જીડીપીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે. સ્ટેટ બેન્કના રિપોર્ટમાં વિકાસ દર ૭.૫ થી લઈને ૭.૬ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ક્રુડ ઓઈલની કિંમતો, કુદરતી ગેસ અને યુરીયાના ઉત્પાદનમાં ઘટાડાથી આઠ મૂળભૂત ક્ષેત્રોના ઉદ્યોગનો દોર ઓકટોબરમાં ૪.૮ ટકા રહ્યો છે. કોર સેકટર કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી, યુરિયા, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ક્ષેત્રમાં દર વર્ષ પહેલા ઓકટોબરમાં પાંચ ટકા હતો.રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ  ગઇકાલે જાહેર કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. રિવર્સ રેપોરેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. એસએલઆરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.  રિઝર્વ બેંકનું કહેવું છે કે, એસએલઆરમાં ૧૮ ટકાની સપાટી સુધી ન પહોંચે ત્યાં સુધી તેમાં દર ત્રિમાસિક ગાળામાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરાશે. જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે ૨૦૧૯-૨૦માં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન જીડીપી ગ્રોથ ૭.૫ ટકા રાખવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ની આ પાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતા. હવે આગામી બેઠક સાતમી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે યોજાશે. ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે.

મંદીની સાથે સાથે.......

       *    શેરબજારમાં મંદીનો દોર અવિરતપણે જારી રહ્યો

*   બીએસઈ સેંસેક્સ ૫૭૨ પોઇન્ટ ઘટીને ૩૫૩૧૨ની સપાટીએ

*   નિફ્ટી ૧૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૬૦૧ની સપાટીએ

*   નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૨ ટકાનો ઘટાડો નોંધાયો

*   નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૨.૧ ટકાનો ઘટાડો નોંધાયો

*   ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ સહિતના શેરોમાં ઘટાડો રહ્યો

*   નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૨ ટકાનો ઘટાડો નોંધાય

*   બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઘટાડો થતાં સપાટી ૧૪૬૧૮૪ રહી

*   બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો રહેતા સપાટી ૧૪૧૪૩ રહી

*   ડોલર સામે રૂપિયો દિવસ દરમિયાન નરમાઈમાં રહ્યો

*   અનેક વ્યક્તિગત શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો

*   એશિયન શેરબજારમાં અંધાધૂંધીનો દોર જારી રહ્યો

      *       ક્રૂડની કિંમતમાં વધુ ૨૧ સેન્ટનો ઘટાડો નોંધાયો

(8:22 pm IST)
  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST