Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગોવાના મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય મામલે બોમ્બે : હાઈકોર્ટે માગ્યો રિપોર્ટ:11મીએ વધુ સુનાવણી

રાજ્યમાં મુખ્ય સચિવને 7મી સુધીમાં સોગંદનામું રજૂ કરવા કોર્ટનો આદેશ

મુંબઈ :બોમ્બે હાઈકોર્ટે ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરના સ્વાસ્થ્ય અંગે જાણકારી માગી છે. કોર્ટે રાજ્યના પ્રમુખ સચિવને આ માટે 7 ડિસેમ્બર સુધી સોગંદનામુ રજૂ કરવા કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 11 ડિસેમ્બરે થશે. હાઈકોર્ટે સામાજિક કાર્યકર્તા ટી.ડીમોલોની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ગોવાના મુખ્ય સચિવના વિશેષજ્ઞ ડોક્ટરોથી પાર્રિકરની તપાસ કરાવે સ્વાસ્થ્ય અંગે જાણકારી માગી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મનોહર પાર્રિકરને પૈન્ક્રિયાટીક કેન્સર છે. તેમણે અમેરિકામાં તેનો ઈલાજ કરાવ્યો હતો. પરંતુ 15 સપ્ટેમ્બરે તેમને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અને એક મહિના બાદ તેમને ડિસ્ચાર્જ કરાય હતા. ત્યારથી તેમના ઘરે ઈલાજ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ આરોપ લગાવી રહ્યા છે કે મુખ્યપ્રધાન વિના ગોવાની સ્થિતિ બદતર થઈ રહી છે.

 

(7:04 pm IST)
  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST