Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઇશા અંબાણીના લગ્ન માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉદેપુરમાંઃ ૩ દિવસ પ્રિ-વેડીંગ ફંકશન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી દીકરી ઈશાના પ્રિ-વેડિંગ ફંક્શન્સ પૂર્વે ઉદેપુર પહોંચી ગયા છે. આખુ વીકેન્ડ ઉદેપુરમાં ધામધૂમથી ઈશાના લગ્ન પહેલાના ફંક્શન્સ યોજાશે. લગ્નનું આયોજન મુંબઈમાં છે.

 

ઉદેપુરમાં ત્રણ દિવસના ફંક્શનઃ

ઈશા અંબાણી પિરામલ ગૃપના વારસદાર આનંદ સાથે 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે. ઈશાના લગ્ન અંબાણી પરિવારના એન્ટિલિયા હાઉસમાં યોજાશે. પહેલા ઉદેપુરમાં ત્રણ દિવસ પ્રિ-વેડિંગ ફંકશન્સ યોજાશે. અંબાણી પરિવારે ત્રણ દિવસ માટે ઉદેપુરની તમામ ફાઈવ સ્ટાર હોટેલો તેમના મહેમાનો માટે બુક કરાવી લીધી છે. મનીષ મલહોત્રાએ નીતા અને મુકેશ અંબાણી સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા નીતા અને ઈશા અંબાણી મનીષ મલહોત્રાના ડિઝાઈનર કપડા પહેરે તેવી શક્યતા છે.

વિસ્તારાએ સ્પેશિયલ ફ્લાઈટ શરૂ કરીઃ

રિપોર્ટ્સ મુજબ ઉદેપુર મહેમાનોને લઈ જવા માટે અંબાણી પરિવારે 30થી 50 ચાર્ટર્ડ એરક્રાફ્ટ બુક કરાવ્યા છે. અંબાણી પરિવારના ફંક્શન્સના અરસામાં ઉદેપુર એરપોર્ટ પર 200 જેટલી ફ્લાઈટ્સનું આવનજાવન રહેશે. ઉદેપુર ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ટાટાની વિસ્તારા એરલાઈન્સ પણ દિલ્હી, ઉદેપુર અને મુંબઈ વચ્ચે સ્પેશિયલ ફ્લાઈટ્સ ચલાવી રહી છે. અંબાણી પરિવારે ઉપરાંત મહેમાનો માટે 1000થી વધારે લક્ઝરી કાર્સ બુક કરાવી છે જેમાં જગુઆર, પોર્શે, મર્સિડીઝ, બીએમડબલ્યુ વગેરેનો સમાવેશ થાય છે.

ફોટોગ્રાફરના માથે જવાબદારી?

ઈશાના વેડિંગ સેલિબ્રેશનની ફોટોગ્રાફીની જવાબદારી સેલિબ્રિટી વેડિંગ ફોટોગ્રાફર જોસેફ રધિકને મળી છે જેણે પ્રિયંકા-નિક અને અનુષ્કા વિરાટના લગ્નમાં ફોટોગ્રાફી કરી હતી. જો કે અંગે પરિવારે કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ નથી આપ્યું પરંતુ રધિકે પ્રિયંકા ચોપરાની એક પોસ્ટમાં લખ્યું હતું કે એક ફોટામાં બે બ્રાઈડ.

મુંબઈમાં ચાર દિવસના ફંક્શનઃ

ઉદેપુર પછી બંને પરિવાર મુંબઈ આવશે. ત્યાં બીજા ચાર દિવસ ફંક્શન ચાલશે જેમાં બે રિસેપ્શનનો પણ સમાવેશ થાય છે. આનંદે ઈશાને મહાબળેશ્વર મંદિરમાં પ્રપોઝ કર્યું હતું ત્યારથી અંબાણી અને પિરામલ પરિવારમાં ઉત્સવનો માહોલ છે.

(5:11 pm IST)
  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST