Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમેરિકા પ્રતિબંધિત મિસાઈલ વિકસિત કરશે તો રશિયા પણ મિસાઈલ બનાવશે:યુએસની ધમકી બાદ પુતિનનો વળતો પ્રહાર

ઈન્ટરમીડિએટ-રેન્જની ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટીને લઈને રશિયા અને અમેરિકા આમને-સામને

અમેરિકાની ધમકી બાદ રશિયાએ વળતો પ્રહાર કર્યો છે ઈન્ટરમીડિએટ-રેન્જની ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટીને લઈને રશિયા અને અમેરિકા આમને-સામને છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને તીખી પ્રતિક્રિયા આપી છે. પુતિને ક્હ્યુ છે કે અમેરિકા પ્રતિબંધિત મિસાઈલોને વિકસિત કરશે. તો રશિયા પણ આવી મિસાઈલો બનાવવાનું ચાલુ કરશે.

   આ પહેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ નાટોની એક બેઠકમાં ઘોષણા કરી હતી કે અમેરિકા રશિયાના વિશ્વાસઘાતને કારણે 60 દિવસોમાં ઈન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રિટી હેઠળના પોતાના દાયિત્વોને છોડી દેશે.

 આના પર પ્રતિક્રિયા આપતા પુતિને ક્હ્યુ છે કે એવું લાગે છે કે અમેરિકાનું માનવું છે કે સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે અમેરિકા પાસે આવા હથિયાર હોવા જોઈએ. તેમની પ્રતિક્રિયા શું હશે? આ ખૂબ સરળ છે કે રશિયા પણ આવું જ કરશે.

(1:16 pm IST)