Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ભાજપનાં ઇશારે મને કાઢી મુક્યો :હું અલગ અખાડો શરૂ કરીશ: કોમ્પ્યુટર બાબા

કોમ્પ્યુટર બાબાએ અગાઉ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.: અખાડા પરિષદ ભાજપનાં ઇશારે ચાલતા હોવાનો આરોપ

ભોપાલ :મધ્યપ્રદેશમાં ધર્મગુરુ કોમ્પ્યુટર બાબાને તાજેતરમાં દિગમ્બર અનીલ અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.તેમને મધ્યપ્રદેશ સરકારે મંત્રીનો દરજ્જો આપ્યો હતો પણ છેલ્લા થોડા મહિનાઓથી તેઓ ભાજપની શિવરાજસિંહ સરકારની ટિકા કરતા હતા અને અંતે તેમને અખાડામાંથી હાંકી કઢાયા હતા.

  હવે કોમ્પ્યુટર બાબા તેમનો અલગ અખાડો શરૂ કરશે. ઉત્તર પ્રદેશનાં કુંભમેળો શરૂ થાય તે પહેલા તેઓ નવો અખાડો શરૂ કરશે. કોમ્પ્યુટર બાબાએ એવો આરોપ લગાવ્યો છે કે, અખીલ ભારતીય અખાડા પરિષદ ભાજપનાં ઇશારે ચાલે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેમને અખાડા પરિષદમાંથી ખોટી રીતે હાંકી કાઢવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, મને એવા સમયે અખાડા પરિષદમાંથી હાંકી કાઢવામાં આવ્યો જ્યારે હું નર્મદા બચાવો અભિયાન ચલાવી રહ્યો હતો. અખાડા પરિષદ ભાજપનાં ઇશારે ચાલે છે”.

(12:43 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • રાજસ્થાનઃઈવીએમથી પરેશાન મોદીના મંત્રી મેઘવાલઃ સાડા ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મતદાન કરી શકયા :૮ વાગ્યાના ઉભા'તા ૧૧.૩૦ કલાકે વારો આવ્યો access_time 3:28 pm IST

  • દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST