Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

'આધાર'માંથી નીકળી જવાની તક આપશે સરકારઃ એકટમાં કરવામાં આવશે સુધારો

આધાર અંગે સુપ્રિમ કોર્ટના ફેંસલા બાદ

નવી દિલ્હી તા. ૬ :.. સુપ્રિમ કોર્ટના તાજેતરના ફેંસલા બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક મહત્વનો નિર્ણય લઇ રહી છે. સરકાર આધાર કાર્ડ હોલ્ડરોને તે છોડી દેવાની અથવા તો તેમાંથી બહાર નીકળી જવાની તક આપવા ગંભીરપણે વિચાર કરી રહી છે.

સરકાર સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ એકટમાં ફેરફાર કરવા જઇ રહી છે જે અંતર્ગત લોકો આધાર કાર્ડ રાખી શકશે પરંતુ શરતોને આધિન સરકાર દેશના તમામ નાગરીકોને પોતાનો આધાર નંબર પાછો ખેંચવાની તક આપશે એટલું જ નહિ બાયોમેટ્રિક અને ડેટામાંથી પણ બહાર નીકળી જવાની તક આપશે.

સરકાર આ અંગેની એક દરખાસ્ત કાનુન મંત્રાલયને કરી હતી જેણે ભલામણ કરી છે કે તમામ નાગરીકોને વીથડ્રો એટલે  કે પરતની તક આપવામાં આવે. હવે દરખાસ્ત ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ મૂકાશે.

હવે એવી જોગવાઇ થશે કે જેમની પાસે પાન કાર્ડ નથી તેમને લાભ થાય.

(12:06 pm IST)