Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ભાજપાનો શૌર્ય દિવસ તો મુસ્લિમો મનાવે છે બ્લેક ડે

બાબરી ધ્વંસને આજે ૨૬ વર્ષ પુરા

અયોધ્યા - નવી દિલ્હી તા.૬: ૬ ડીસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં થયેલ બાબરી ધ્વંસને આજે ૨૬ વર્ષ પુરા થયાં છે. ૨૦૧૯માં થનાર લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણનો મુદ્દો ગરમાયેલ છે. ત્યારે બાબરી ધ્વંસની વરસી પર અયોધ્યામાં સુરક્ષા વધારવામાં આવી છે.

આજે ભાજપા અયોધ્યાના કાર સેવક ભવનમાં શોર્ય દિવસ મનાવશે, જયારે મુસ્લિમ પક્ષના લોકો ઇકબાલ અંસારીના ઘરે કાળો દિવસ મનાવશે. અયોધ્યા ઉપરાંત દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં આજે વીએચપી, શિવસેના આ અવસર પર કાર્યક્રમ કરશે.

દિલ્હી ભાજપા ઉપાધ્યક્ષ જયપ્રકાશ પોતાના સમર્થકો સાથે રામ મંદિર, નિર્માણ માટે ઝંડેવાલા મંદિરમાં યજ્ઞનું આયોજન કરશે. જયારે શિવસેના પણ જંતર મંતર પર પ્રદર્શન કરશે. શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ હાલમાં જ સપરિવાર રામલ્લાના દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વિશ્વ હિંદુ પરિષદ અને સંત સમાજે મળીને અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કર્યું હતું. એ દરમ્યાન હજારો લોકો ત્યાં એકઠા થયા હતા, આવો જ એક કાર્યક્રમ ૯ ડીસેમ્બરે રાજધાની દિલ્હીમાં થવાનો છે જેની તેૈયારી જોરશોરથી થઇ રહી છે.

રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અયોધ્યા બાબતે હાલમાં એક મોટી જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશની સરકાર તરફથી શ્રી રામની ૨૦૧ મીટર ઉંચી મૂર્તિ બનાવવામાં આવશે. હમણાંજ તેની એક તસ્વીર પણ બહાર પડાઇ હતી.(૧.૮)

અયોધ્યામાં અભેદ સુરક્ષા

અયોધ્યા તા. ૬ : બાબરી ધ્વંસની તિથિ ૬ ડીસેમ્બરના કારણે રામનગરીને અભેદ સુરક્ષાના ઘેરામાં કેદ કરી લેવાઇ છે. મેજીસ્ટોની તહેનાતમાં સુરક્ષાની કમાન આરએએફ અને પીએસીના હવાલે કરી દેવાઇ છે.

અયોધ્યામાં સુરક્ષા અને શાંતિ માટે મુખ્ય સ્થળોની સાથે જ ભીડ ભાડવાળા સ્થળો પર મેજીસ્ટ્રેટોની ખાસ નજર રહેશે ગ્રામીણ વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવાઇ છે.

૬ ડીસેમ્બરે બાબરી એકશન કમીટીના યૌમ-એ-ગમ, વિશ્વ હિન્દુ પરિષદના વિજય દિવસ સહિત બીજા સંગઠનો દ્વારા કાર્યક્રમોના એલાનને લઇને આખા જીલ્લામાં એલર્ટની  જાહેરાત કરી દેવાઇ છે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે દર્શન-પુજન માટેકોઇ પ્રતિબંધ નથી પણ સુરક્ષા અને શાંતિનો ભંગ નહી ચલાવી લેવાય.

રામ જન્મ ભૂમિ તરફ જતા રસ્તાઓ પર બેરીયર ઉભા કરીન ેચોકીદારી સખ્ત કરી દેવાઇ છે પોલીસ વિભાગે રાઉન્ડ ધ કલોક તપાસનું અભિયાન શરૂ કરી દીધું છે રામનગરી સહિત આખા જીલ્લામાં બુધવારે સઘન તલાશી અને તપાસનું અભિયાન ચલાવાયું છે.

એસ.પી.સીટી અનિલસિંહે જણાવ્યું કે જીલ્લામાં પહેલાથી જ ૧૪૪ મી કલમ અમલમાં છે.સુરક્ષા માટે પીએસીની છ કંપનીઓ, બે કંપની આર.એ.એફ, ચાર એડીશનલ એસપી ૧૦ ડેપ્યુટી એસ.પી.૧૦ ઇન્સ્પેકટર, ૧પ૦ સબ ઇન્સ્પેકટર પ૦૦ પોલીસ સહીત ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ અને ગુપ્તચર વિભાગની ટીમો કામે લગાડવામાં આવી છે. (૧.૮)

 

(12:04 pm IST)
  • મહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST