Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વચેટીયો વટાણા વેરશે : મોટા માથાઓના ખુલશે નામ

અગુસ્ટા વેસ્ટ લેન્ડ કૌભાંડમાં ખુલી શકે છે નેતાઓ - ઓફિસરોના નામ : ૧૯૯૩ બાદ મિશેલ ૧૦૦ વખત ભારત આવ્યો હતો : તે ભારતમાં શસ્ત્રોના કોન્ટ્રાકટ માટે ૨૫ વર્ષ સુધી લોબિંગ કરતો હતો

નવી દિલ્હી તા. ૬ : સીબીઆઈને બ્રિટિશ નાગરીક ક્રિશ્ચયન મિશેલની કસ્ટડી મળી ગઈ છે. મિશેલ ભારતમાં હથિયારોના કોન્ટ્રાકટ માટે છેલ્લા ૨૫ વર્ષથી લોબિંગ કરતો હતો. જેથી રક્ષા મંત્રાલયના કેટલાક અધિકારીઓ અકળામણ અનુભવી રહ્યાં છે. આ એ અધિકારીઓ છે જેમના નામ ૨૦૦૮માં હાથ લાગેલી એક નોટ્સમાં સામે આવ્યા હતાં.

 

તેવી જ રીતે મિશેલના પ્રત્યાર્પણથી હવે પૂર્વ વાયૂસેના પ્રમુખ એસપીએ ત્યાગી ઉપરાંત અન્ય કેટલાક મોટા ખેલાડીઓ પર પણ ધ્યાન કેન્દ્રીત થયું છ, જેમણે ૩,૭૨૭ કરોડ રૂપિયાના સોદામાં એંગ્લો-ઈટાલી ફર્મ ઓગષ્ટા વેસ્ટલેંડના પક્ષમાં કરવામાં મોટી ભૂમિકા અદા કરી હતી.

મિશેલની કથિત નોટ અનુસાર, જે ઈટાલીની કોર્ટના નિર્ણયનો હિસ્સો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ૩૦ મિલિયન યૂરો (લગભગ ૨૪૦ કરોડ રૂપિયા) ભારતીય અધિકાર્રીઓ અને એરફોર્સ અધિકારીઓને વહેંચવામાં આવ્યા હતાં.

બજેટ એકપેંડીચર નોટના શીર્ષકની સાથે વર્ષ ૨૦૦૮માં મિશેલની લંડન સ્થિત ઓફિસમાં આ નોટ લખવામાં આવી હતી. તેમાંથી કેટલાક પદોને ટૂંકમાં લખવામાં આવ્યા હતાં. જેવા કે ડીસીએચ, પીડીએસઆર, ડીજી મેન્ટ, એફટીટી શબ્દ જે એએફ (એરફોર્સ) હેડરની નીચે લખવામાં આવ્યા છે. જયારે BUR હેડ નીચે ડીએસ, જેએસ એર, એએફએ એર, ડીજી એસીકયૂ, સીવીસી અને ઓડિટર જન. તો POL હેડરની નીચે એપી લખવામાં આવ્યું છે. આ નોટમાં એક અલગથી પણ એન્ટ્રી છે. જેમાં FAMનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને એસપીએ ત્યાગીના પરિવાર-તેના ભત્રીજા સંજીવ, રાજીવ અની સંદીપ હોવાનું માનવામાં આવે છે.

નોટમાં સ્પષ્ટ ટાંકવામાં પણ આવ્યું છે કે ૬ મિલિયન યૂરો (૪૮ કરોડ રૂપિયા) એએફ (એરફોર્સ) માટે, ૮.૪ મિલિયન યૂરો (૬૭ કરોડ રૂપિયા) BUR (બ્યૂરોક્રેટ્સ), ૩ મિલિયન યૂરો (લગભગ ૨૪ કરોડ રૂપિયા) AP માટે અને ૧૬ મિલિયન યૂરો (લગભગ ૧૨૮ કરોડ રૂપિયા) FAM માટે.

મિશેલના અત્યંત નજીકના ગુઈડો હેશ્કએ ઈટાલીના તપાસકર્તાઓ સામે આ વાતનો સ્વિકાર કર્યો હતો. મિલાન કોર્ટમાં પણ હેશ્કેએ દાવો કર્યો હતો કે, મિશેલે મને આ દસ્તાવેજો બતાવ્યા હતાં, જેને મિશેલે આ ઓપરેશનનું બજેટ તરીકે દર્શાવ્યા હતાં. મિશેલે કહ્યું હતું કે, આ ઓપરેશન (ચોપર ડીલ) પર આટલો ખર્ચ થઈ શકે છે.

હેશ્કેએ પોતાના દાવામાં મિશેલની નોટમાં લખવામાં આવેલા ટૂંકા નામને લઈને પણ વટાણા વેરી નાખ્યાં હતાં. તેણે કહ્યું હતું કે, એએફનો અર્થ એરફોર્સ, પીડીએસઆરનો અર્થ પ્રિંસિપલ ડાયરેકટર એર સ્ટાફ, એફટીટીનો અર્થ ફલાઈટ ટ્રાયલ ટીમ, ડીજી મેંન્ટેનંસનો અર્થ ડીજી મેંટેનંસ, સીવીસીનો અર્થ સેંટ્રલ વિજિલંસ કમીટી, ડીજી એસીકયૂનો અર્થ ડાયરેકટર જનરલ એકિવઝિશન, જેએસ એરનો અર્થ જોઈંટ સેક્રેટરી એર, FAM નો અર્થ ત્યાગી ફેમીલી, એપીનો અર્થ (અહેમદ પટેલ – કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર) થાય છે.

ઈટાલીની કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, હેશ્કેએ એ વાતનો પણ સ્વિકાર કર્યો છે કે આ ખર્ચા મિશેલ ઈંડિયન મિલિટરી, બ્યૂરોક્રેસી અની રાજકારણીઓ માટે હતાં.

સીબીઆઈના સૂત્રોના જણાવ્ય્યા પ્રમાણે તે ચાર વર્ષથી મિશેલના ડ્રાઈવર તરીકે કામ કરતા વ્યકિતની પણ પુછપરછ હાથ ધરશે. તેનું નામ નારાયણ બહાદૂર છે. તેને ભારતમાં અનેક લોકો પાસેથી મસમોટી રકમ લીધી અને વાયર ટ્રાન્સફર મારફતે કેટલાક પૈસા પણ મેળવ્યાં. નારાયણને મિશેલ સાથે બેસાડીને પુછપરછ કરવામાં આવશ્હે કે તે દિલ્હીમાં કોને કોને મળતો હતો.

કેટલાક સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ વાતની પણ શંકા છે કે, મિશેલ ૧૯૯૩ બાદ લગભગ ૧૦૦ વાર ભારત આવ્યો હતો. તેના સંરક્ષણ મંત્રાલય અને રાજકારણીઓ સાથે સંબંધો હતાં.

સીબીઆઈના સૂત્રોએતો એવો પણ દાવો કર્યો છે કે, મિશેલને સંરક્ષણ મંત્રાલયનીએ અતિ ગુપ્ત ફાઈલો પણ પહોંચાડી દેવામાં આવતી હતી. જેમાં સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિકયોરિટી)ની ફાઈલો પણ શામેલ હતી.(૨૧.૯)

 

(12:03 pm IST)
  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • સુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST

  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST