Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

૨૦૧૯માં વિશ્વને ૧૦ મોટા ખતરાઓનો સામનો કરવો પડી શકે છે

વિશ્વને લશ્કરી-રાજકીય વિરોધ, વેપાર યુધ્ધ, માનવીય વિપત્તિઓ અને પર્યાવરણની સમસ્યાઓ જેવી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

નવી દિલ્હી તા. ૬ : રશિયા, અમેરિકા અને ચીન વચ્ચે વધતી જતો ભૂ-રાજકીય તણાવ ઉપરાંત આ ત્રણેય રાષ્ટ્રોની વચ્ચે સૈન્ય-રાજકીય વિરોધમાં વધારો તેમજ વેપાર યુદ્ઘ અને મધ્યપૂર્વમાં મહાયુદ્ઘની સંભાવના ૨૦૧૯ની સૌથી મોટી ચિંતા બની ગઈ છે. એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આ વાતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વિશ્વના જાણીતા ૩૦ નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ 'ગ્લોબલ રિસ્ક અને યુરેશિયા ઇન ૨૦૧૯'  અનુસાર, '૨૦૧૯ માં વિશ્વને લશ્કરી-રાજકીય વિરોધ, વેપાર યુદ્ઘ, માનવીય વિપત્તિઓ અને પર્યાવરણની સમસ્યાઓ જેવા મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.'

અભ્યાસ દર્શાવે છે કે, વર્ષ ૨૦૧૯માં યુરેશિયા માટે ૧૦ સૌથી મોટા વૈશ્વિક ખતરાઓને રેખાંકિત કર્યા છે, જેમાં યુએસ અને ચાઇના વચ્ચે વેપાર યુદ્ઘમાં વ્યાપક વિસ્તારને લઈને વિરોધમાં વધારો,  મધ્ય પૂર્વમાં મહાયુદ્ઘ, રશિયા અને પશ્ચિમ વચ્ચે સંબંધોનું પતન, યુરેશિયામાં હોટસ્પોટને દૂર કરવું, ભાગલાવાદ અને વંશીય સંઘર્ષોમાં વધારો, પર્યાવરણ અને જળ મુશ્કેલીમાં વધારો, સાયબર ખતરાઓ, નવા હથિયારો વસાવાની હરીફાઈની શરૂઆત, જંગી પરમાણુ અને ટેકનોલોજીકલ આપત્તિઓના જોખમને રેખાંકિત કરવામાં આવ્યાં છે.

વર્લ્ડ ઇકોનોમિકસ એન્ડ પોલિટિકલ ઇન્સ્ટિટ્યુટ (IWEP) ના નિષ્ણાતોની એક ટીમએ આ અભ્યાસ તૈયાર કર્યો છે. આ ટીમનું નેતૃત્વ સંસ્થાના ડિરેકટર યેરઝેન સલ્ટિબાવેવ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસ ૩૦ થી વધુ વૈશ્વિક નિષ્ણાંતો અને રાજકારણીઓ દ્વારા વ્યકત કરવામાં આવેલા અભિપ્રાયો પર આધારિત છે. જેમાં ઘણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને નોબલ વિજેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૬૦ દેશોના એક હજારથી વધુ નિષ્ણાંતોએ તેમનો અભિપ્રાય આપ્યો છે.

આ અભ્યાસ તાજેતરમાં અસ્થાના કલબની ચોથી વાર્ષિક મીટિંગના ભાગરૂપે રજૂ કરાયો હતો. અસ્થાના કલબ આંતરરાષ્ટ્રીય ચર્ચા મંચ છે, જે કઝાખસ્તાનમાં છે.(૨૧.૪)

(10:01 am IST)
  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST