Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કોણ છે ક્રિશ્ચિયન મિશેલ જેને પ્રત્યાર્પણ બાદ ભારત લાવવામાં આવ્યા ?

દુબઇથી પ્રત્યાપર્ણ બાદ ભારત લાવવામાં આવેલ ક્રિશ્ચિયન મિશેલએ ર૦૧૦ મા થયેલ રૂ. ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેંક હેલિકોપ્ટર સોદામાં વચેટીયાની ભૂમિકા ભજવેલ. બ્રિટિશ વેપારી મિશેલ પર આ સોદામાં રૂ.રરપ કરોડની  ધૂસ લેવાનો આરોપ છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૧૯૯૭ થી ર૦૧૩ વચ્ચે મિશેલએ લગભગ ૩૦૦ વખત ભારત આવ્યા હતા.

(12:00 am IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST