Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

બંગલો ખાલી કરવા ગયેલી ટીમને તેજસ્વી યાદવે કાઢી મૂકી હાઇકોર્ટમાં સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી ખાલી નહિ કરું

સિંગલ જજની બેન્ચ મકાન ખાલી કરવાનો હુકમ આપી ચુકી છે.

પટનામાં સરકારે તેજસ્વી યાદવને તેઓ જ્યારે ઉપમુખ્યમંત્રી હતા ત્યારે બંગલો ફાળવ્યો હતો. જોકે બિહારમાં થયેલા સત્તા પરિવર્તન બાદ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ રહ્યા નથી અને આ બંગલો હાલના ડેપ્યુટી સીએમ સુશિલકુમાર મોદીને ફાળવવામાં આવ્યો છે પણ તેજસ્વી યાદવ આ બંગલો ખાલી કરી રહ્યા નથી.

  આજે પટણામાં સરકારની એક ટીમ બંગલો ખાલી કરાવવા પહોંચી ત્યારે તેજસ્વી યાદવે આ ટીમને ખાલી હાથે પાછી કાઢી હતી. તેજસ્વીએ કહ્યુ હતુ કે આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં થઈ રહી છે. જ્યાં સુધી સુનાવણી પુરી નહી થાય ત્યાં સુધી બંગલો ખાલી નહી કરું. જોકે આ પહેલા હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચ મકાન ખાલી કરવાનો હુકમ આપી ચુકી છે.

(12:00 am IST)