Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાનપદના ઉમેદવાર ;લાલુપ્રસાદ યાદવ

ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી રામ મંદિરના નામે મત માગી રહી હોવાનો આરોપ

નવી દિલ્હી ;આગામી 2019ની લોકસભાની ચૂંટણી અંગે  આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મહત્વની જાહેરાત કરી છે. લાલુપ્રસાદ યાદવે  જણાવ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. લાલુપ્રસાદે રાહુલને સમર્થન આપવા  ઉપરાંત જણાવ્યું હતું કે તેની પાર્ટી પણ કોંગ્રેસને સમર્થન આપશે. લાલુપ્રસાદે  ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી રામ મંદિરના નામે મત માગી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો 

 

(11:11 pm IST)