Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સ્‍વામિનારાયણ સંપ્રદાયનો અજોડ, સર્વ શાસ્‍ત્રોના સારરૂપ ગ્રંથ ‘‘વચનામૃત'': કેન્‍યાના પાટનગર નાઇરોબીમાં ૧૯૮મી પ્રાગટય જયંતિ ઉજવાઇઃ આચાર્યશ્રી પુરૂષોતમ પ્રિયદાસજી મહારાજની નિશ્રામાં વચનામૃતને મસ્‍તક ઉપર ધારણ કરી સંતો તથા ભક્‍તો શોભાયાત્રામાં જોડાયા

મણીનગર : સ્વામિનારાયણ સંપ્રદાયનો અજોડ, અદ્વિતીય, શિરમોડ ગ્રંથ – શ્રીમુખવાણી વચનામૃત એ ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના કરુણાસભર સંકલ્પથી પ્રવાહિત થયેલું નિર્ઝરણુ છે.સાગરમંથન સારરૂપે સર્વ શાસ્ત્રોના સારરૂપ વચનામૃતો કદી ના કરમાય  એવા મઘમઘતા પુષ્પો છે. શિરમોડ ગ્રંથ વચનામૃત એ ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય પરાવાણી છે.

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તો બે વર્ષ બાદ આવી રહેલા  વચનામૃતદ્વિશતાબ્દી મહોત્સવ ને જયારે પરમોલ્લાસભેર ઊજવશે ત્યારે આજે આવા અણમોલા ગ્રંથરાજની ૧૯૮ મી પ્રાગટ્ય જયંતીપૂર્વ આફ્રિકાના વિકાસશીલ રાષ્ટ્ર કેન્યાના પાટનગર નાઈરોબીમાં દબદબાભેર ઊજવવામાં આવી હતી.શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવનકારી નિશ્રામાં ગ્રંથરાજ વચનામૃતને મસ્તકે ધારણ કરી સંતો, ભક્તો આબાલવૃદ્ધ સૌ શોભાયાત્રામાંજોડાયા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના સાંનિધ્યમાં ગ્રંથનું પૂજન-અર્ચન કરી આરતી આચાર્ય સ્વામીજી મહારાજે ઉતારી હતી. તોબાળકોએ વચનામૃત કંઠસ્થ સભામાં બોલ્યાં હતા અને સહુએ અત્યાનંદપૂર્વક આ મહાન પર્વની ઊજવણીમાં ભાગ લઇ બડભાગી બન્યા હતા.

તેવું પૂજય ગુરૂપ્રિય સ્‍વામીના અહેવાલ સાથે પૂજયશ્રી ઘનશ્‍યામ વિજયજીની યાદીમાં જણાવાયું છે.

 

(9:34 pm IST)