Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર કોંગ્રેસમાંથી સસ્પૅન્ડ ;મોદી માટે અભદ્ર ટિપ્પણી કરતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા :કારણદર્શક નોટિસ ફટકારી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી હાંકી કાઢયા

રાહુલ ગાંધીએ પણ નારાજગી દર્શાવી હતી ;પોતે મોદીના વિચારો સંદર્ભે બોલ્યા હોવાનો અને તેની હિન્દી નબળું હોવાનો મણિશંકરે ખુલાસો કરી માફી માંગી હતી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર કોંગ્રેસમાંથી સસ્પૅન્ડ કરવામાં આવ્‍યા છે. તેઓઅે મોદી માટે અભદ્ર ટિપ્પણી કરતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમજ કારણદર્શક નોટિસ ફટકારી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી હાંકી કાઢયામાં આવ્‍યા છે.

રાહુલ ગાંધીએ પણ નારાજગી દર્શાવી હતી. મણિશંકરે પોતે મોદીના વિચારો સંદર્ભે બોલ્યા હોવાનો અને તેની હિન્દી નબળું હોવાનો ખુલાસો કરી માફી પણ માંગી હતી.

 મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી ગણાવીને ભારે હોબાળો સર્જનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરને મોડી રાત્રે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટર ઉપર આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવ્યા બાદ આ નિર્ણય કરાયો હતો. અય્યરની ટિપ્પણીને લઇને ભારે નારાજગીનું મોજુ ફરી વળ્યુ ંહતું. નરેન્દ્ર મોદીને નીચ કિસ્મ કા આદમી ગણાવીને મણિશંકર અય્યર મુશ્કેલીમાં મુકાયા હતા. મોદીએ આ સૂચનને લઇને સુરતમાં પ્રચાર વેળા આનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન સામે અંગતરીતે પ્રહાર કર્યા બાદ મણિશંકર અય્યરની રાહુલ ગાંધીએ પણ ઝાટકણી કાઢી હતી. મણિશંકર અય્યર વિતેલા વર્ષોમાં પણ વિવાદાસ્પદ સૂચનો કરતા રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતુ ંકે, મણિશંકર અય્યરનું નિવેદન ખુબ જ વખોડવા પાત્ર છે. તેમનું નિવેદન અહંકારી માનસિકતાને દર્શાવે છે. દેશના ગરીબોનું આ અપમાન છે. ઉપેક્ષિતોનું અપમાન છે.

 

 

(10:01 pm IST)